ખુબ ઘમંડી છે ટીવી ની આ અભિનેત્રીઓ.., નંબર 4 ને તો બધા ઓળખે છે..

ખુબ ઘમંડી છે ટીવી ની આ અભિનેત્રીઓ.., નંબર 4 ને તો બધા ઓળખે છે..

નાના પડદે જોવા મળતી ટીવી ની આ અભિનેત્રીઓ તેમના પાત્રોને સારી રીતે ભજવે છે .અને તેમના આ પાત્રોને કારણે તેઓ ઘરે-ઘરે જાણીતી બની છે. આજે અમે તમને ટીવી ની કેટલીક આવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે નાના પડદા પર સંસ્કારી પુત્રવધૂની ભૂમિકા ભજવે છે. પરંતુ વાસ્તવિક જીવનમાં તેઓ ઘમંડી છે.

  • આ ટીવી અભિનેત્રીઓ ખૂબ ઘમંડી  છે –

જેનિફર વિગેટ : જેનિફર વિન્જેટે ખૂબ જ નાની ઉંમરે ટીવીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તેને લોકો એ ખૂબ પસંદ કરી અને ધીરે ધીરે તે ટીવીની સૌથી લોકપ્રિય અભિનેત્રી બની ગઈ. જેનિફરે ઘણા નાટકો કર્યા છે અને તેને લોકોનો ખુબ પ્રેમ મળ્યો છે. પરંતુ જો આપણે જેનિફર ના સ્વભાવની વાત કરીએ તો તે ખૂબ જ ઘમંડી છે અને તેનો ગુસ્સો હંમેશા સાતમા આસમાને રહે છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે પણ તેનો મૂડ ખરાબ હોઈ ત્યારે તે શૂટિંગને અધવચ્ચે છોડી દેતી હતી. પછી ખુબ સમજાવ્યા પછી જ તે પાછી આવતી.

કરિશ્મા તન્ના : આ લીસ્ટ માં બીજું નામ કરિશ્મા નું આવે છે. કરિશ્મા તન્નાએ પોતાની કરિયરની શરૂઆત એકતા કપૂરની સૌથી પ્રખ્યાત સીરિયલ “ક્યૂંકી સાસ ભી કભી બહુ થી” થી કરી હતી. તેને આ શો થી ખુબ પ્રખીયાત થઇ. અને તે ઘરે-ઘરે જાણીતી બની. ટીવી પછી કરિશ્મા તન્નાએ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. પરંતુ તેને ફિલ્મની દુનિયામાં વધારે સફળતા મળી નથી. આ સિવાય તે બિગ-બોસના શોમાં પણ જોવા મળી હતી. આ શોમાં દરેકને કરિશ્મા તન્નાનું ઘમંડી રૂપ જોવા મળ્યું.

હિના ખાન : હિના ખાનને “યે રિશ્તા ક્યા કહલાતા હૈ” શો થી ઓળખ મળી. જ્યારે તેને આ શો મળ્યો ત્યારે તેમનો સ્વભાવ ખૂબ સારો હતો. પરંતુ તેણી પ્રખ્યાત થતાંની સાથે જ તેનો સ્વભાવ પણ બદલાઇ ગયો. એવું કહેવામાં આવે છે કે એકવાર શોના શૂટિંગ દરમિયાન, જ્યારે કોઈ ન્યૂઝ ચેનલે તેનું ઇન્ટરવ્યૂ લેવાની વાત કરી, ત્યારે તેણે સ્પષ્ટ ઇનકાર કર્યો હતો અને ગુસ્સે થઈને તેની સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો.

અંકિતા લોખંડે : અંકિતા લોખંડેએ પોતે જાતે સ્વીકાર્યું છે કે તે ઘમંડી છે. તેને પવિત્ર રિશ્તા શો થી ઓળખ મળી. તે જ સમયે, આ શોમાં કામ કરનારી આશા નેગી સાથે તેની ઘણી તકરાર થઈ હતી. જેના કારણે આશાએ શો છોડી દીધો હતો.

દ્રષ્ટિ ધામિ : જ્યારે દ્રષ્ટિ ધામીની વાત લોકો ન માનતા, ત્યારે તે શૂટિંગ અને શો છોડી દેવાની ધમકી આપતી હતી. તેના મૂડને કારણે ઘણી વખત શૂટ બંધ કરવું પડે છે. “એક થા રાજા એક થી રાની” શો દરમિયાન દ્રષ્ટિ પોતાનો સાઉન્ડ માઇક ઉપડવાનું ભૂલી ગઈ હતી અને તેના મોબાઈલ પર વાત કરવા લાગી હતી. જ્યારે તેણીને માઇક ની યાદ આવી, ત્યારે તે સાઉન્ડ ઇજનેર સાથે તકરાર થઇ અને પછી શુટિંગ કરવા ની નાં પાડી દીધી. દ્રષ્ટિ ને આ ભૂલ બદલ માફી માંગી અને તે પછી જ શૂટિંગ ફરી શરૂ થયું.

નિયા શર્મા : ઘણી વાર નિયા શર્મા ની તેના સાથી કલાકારો સાથે ઝગડો થવાની ચર્ચા સંભળાઈ છે. જમાઈ રાજા શો દરમિયાન પણ તેની કો-સ્ટાર રવિ દુબે સાથે ખૂબ જ લડાઇ થઈ હતી. જો કે, પાછળથી તેઓએ આ લડાઈ ને પૂરી કરી હતી અને હવે તેઓ સારા મિત્રો બની ગયા છે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM