બ્લુ બિકિની પહેરીને 47 વર્ષની કરિશ્મા એ શેર કર્યો video, લોકોએ કહ્યું કરીનાથી 10 ગણી વધુ સુંદર

બ્લુ બિકિની પહેરીને 47 વર્ષની કરિશ્મા એ શેર કર્યો video, લોકોએ કહ્યું કરીનાથી 10 ગણી વધુ સુંદર

કરિશ્મા કપૂર 90ના દાયકાની જાણીતી અભિનેત્રી છે. તે સમયમાં કરિશ્મા કપૂર બોક્સ ઓફિસ પર ધમાલ કરી દેતી હતી. કરિશ્માએ માત્ર 17 વર્ષની ઉંમરમાં જ ફિલ્મમાં કામ કરવાની શરૂઆત કરી દીધી હતી. આ જ કારણે તેનો અભ્યાસ પણ છૂટી ગયો હતો.

1991 માં કરિશ્માની ડેબ્યુ ફિલ્મ પ્રેમકેદી આવી હતી. આ ફિલ્મ ફ્લોપ રહી હતી પરંતુ તેમ છતાં કરિશ્માને અનેક ફિલ્મોની ઓફર મળવા લાગી. કારણ કે લોકો તેની સુંદરતાના કાયલ થઈ ગયા હતા. ત્યાર પછી 90ના દાયકામાં કરિશ્મા કપૂરની અનાડી, જીગર, દુલારા, રાજાબાબુ, કુલી નંબર વન, હિરો નંબર વન, જીત, દિલ તો પાગલ હૈ જેવી અનેક સુપરહીટ ફિલ્મો આવી. તને સૌથી વધુ પ્રખ્યાતી આમિર ખાન સાથેની ફિલ્મ રાજા હિન્દુસ્તાનીથી મળી.

કરિશ્મા ના ફિલ્મી કરિયર પર અલ્પવિરામ ત્યારે આવ્યું જ્યારે તેણે સંજય કપૂર સાથે લગ્ન કર્યા. કરિશ્માએ વર્ષ 2003માં બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કરી લીધા. લગ્ન કર્યા પછી તેને ફિલ્મો મળતી બંધ થઈ ગઈ. તેને લગ્ન પછી કેટલીક ફિલ્મો કરી પરંતુ તે પણ ફ્લોપ સાબિત થઈ. થોડા સમય પછી તેના લગ્નજીવનમાં પણ તિરાડ આવી. તેને તેના પતિ પર મારપીટનો આરોપ લગાવ્યો અને 2016માં તેના ડિવોર્સ થઈ ગયા. ડિવોર્સ પછી પણ કરિશ્મા ફિલ્મોમાં કમબેક કરવાનો પ્રયત્ન કરતી રહી પરંતુ તે સફળ ન થઈ.

કરિશ્મા હવે ફિલ્મોમાં જોવા મળતી નથી પરંતુ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. અહીં તે પોતાના ફેન્સ સાથે અલગ અલગ પોસ્ટ શેર કરતી રહે છે. કરિશ્મા 47 વર્ષની છે. પરંતુ આ ઉંમરમાં પણ તેણે પોતાની જાતને મેઇન્ટેન રાખી છે. બે બાળકોની માતા હોવા છતાં કરીના કરતા તે સુંદર દેખાય છે. આભાર કરિશ્માના ફેન કહી રહ્યા છે.

કરિશ્માએ તાજેતરમાં જ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે બિકીની પહેરેલી પુલ પાસે મસ્તી કરતી જોવા મળે છે. બ્લુ રંગની બિકનીમાં કરિશ્મા ગજબની સુંદર દેખાય છે. તેણે પોતાના વાળમાં બન બનાવ્યું છે અને આંખો ઉપર કાળા ચશ્મા પહેરેલા છે.

કરિશ્માનો આ અવતાર જોઇને તેના ફેન્સ પણ તેને ભરપૂર વખાણ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું છે તમે તમારી બહેન કરીના કરતાં પણ વધારે સુંદર છો. અન્ય એક વ્યક્તિએ કરિશ્મા અને તેની સુંદરતાનું રહસ્ય પૂછ્યું છે. તો વળી એક વ્યક્તિએ કરિશ્માને સોશિયલ મીડિયા પર આઇલવયુ જ કહી દીધું.. આ સિવાય અનેક લોકોએ હાર્ટ ઈમોજી શેર કર્યું છે. જણાવી દઈએ કે છૂટાછેડા પછી કરિશ્મા કપૂર પોતાના બંને બાળકો એટલે કે દીકરી સમાયરા અને દીકરા કિયાનને એકલા હાથે ઉછેરે છે. તે એક સિંગલ મધર છે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM