વરસાદને લીધે લીધે પાણી ભરાઈ ગયું.., મંડપ સુધી પહોચવા વરરાજ અને કન્યા એ કર્યો એવો જુગાડ કે…, જોવો વિડીઓ

વરસાદને લીધે લીધે પાણી ભરાઈ ગયું.., મંડપ સુધી પહોચવા વરરાજ અને કન્યા એ કર્યો એવો જુગાડ કે…, જોવો વિડીઓ

વરસાદ ચોમાસાનો હોય કે કમોસમી જ્યારે અચાનક અનારાધાર વરસી પડે તો રસ્તા પાણી પાણી થઈ જાય છે. તેના કારણે લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે. લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ખૂબ હાલાકીનો સામનો કરવો પડે છે. તેવામાં જો કોઈના લગ્ન હોય અને લગ્નમંડપ સુધી જવાના રસ્તા પર પાણી ભરાઈ ગયું હોય તો ?

આવી તકલીફ પડે ત્યારે માણસનું જુગાડી મગજ દોડતું થઈ જાય છે. લગ્ન કરવા માટે વર અને કન્યા તલપાપડ હોય છે. તેવાાં વરસાદી પાણી પણ તેમનો રસ્તો રોકી શકતું નથી. આવો વીડિયો સામે આવ્યો છે જેમાં પાણીથી બચીને લગ્ન સ્થળ સુધી જવા માટે વર અને કન્યાએ જોરદાર જુગાડ લગાવ્યો હતો.

લગ્નમાં વિધ્ન આવે તો જુગાડ કરવાની ઈચ્છા તો થઈ જ જાય. આવા જ એક લગ્નનો વીડિયો વાયરલ થયો છે. જેમાં લગ્નસ્થળ સુધી પહોંચવા માટે વર અને કન્યાને જુગાડ કરવો પડ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. લગ્ન હતા ત્યાં સુધી પહોંચવા માટે વર અને કન્યાએ રસોઈ બનાવવાના મોટા તપેલાનો ઉપયોગ કર્યો હતો.

કેરળનો આ વીડિયો હોવાનું સામે આવ્યું છે. જેમાં લગ્ન સ્થળ સુધી વર અને કન્યાને મોટા તપેલામાં બેસાડીને લઈ જવામાં આવ્યા હતા. કેરળમાં ખૂબ વરસાદના કારણે કટ્ટનાડ ક્ષેત્રમાં ભારે પાણી ભરાયા હતા. તેવામાં રાહુલ અને ઐશ્વર્યાના લગ્નમાં વિધ્ન આવ્યું હતું. લગ્નસ્થળ પર કમર સુધી પાણી ભરાયું હતું.

તેના કારણે ત્યાં સુધી વાહનમાં જઈ શકાય તેમ ન હતી. ત્યારે લગ્ન તો કરવા જ છે તેમ વર અને કન્યાએ નક્કી કરી લીધું. પુરના પાણી વચ્ચે તેમણે લગ્ન મંડપ સુધી પહોંચવા માટે તપેલાની મદદ લીધી. તેઓ હોળીમાં બેઠા હોય તેમ તપેલામાં બેસી ગયા અને લગ્નસ્થળ સુધી પહોંચ્યા.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM