કળિયુગના અંત મા ભગવાન વિષ્ણુ કલ્કિ અવતારમાં, આ જગ્યા પર લેશે જન્મ, આ હશે વિશેષતાઓ

કળિયુગના અંત મા ભગવાન વિષ્ણુ કલ્કિ અવતારમાં, આ જગ્યા પર લેશે જન્મ, આ હશે વિશેષતાઓ

સામાન્ય રીતે તમે જાણતા હશો કે પ્રાચીન શાસ્ત્રોમાં ચાર પ્રકારના શાસ્ત્રોનું વર્ણન કર્યું છે. જેમાં સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગનો સમાવેશ થાય છે. હાલમાં કળિયુગનો સમય ચાલી રહ્યો છે અને જ્યારે કળિયુગ અંતિમ તબ્બકામાં હશે ત્યારે ભગવાન વિષ્ણુ કલ્કિ અવતાર ધારણ કરીને પૃથ્વી પર જન્મ લેશે અને પાપી લોકોનો નાશ કરશે. આ તેમનો અંતિમ જન્મ હશે.

આ સ્થાન પર લેશે જન્મ : તમને જણાવી દઈએ કે કલ્કિ અવતાર વિશે પ્રાચીન પુસ્તકો મહાભારત અને ભગવદ્ ગીતામાં પણ વર્ણન કરવામાં આવ્યું છે. આમાં એક શ્લોક દ્વારા સ્પષ્ટ લખ્યું છે કે ભગવાન કંઈ જગ્યાએ જન્મ લેશે અને કેવી રીતે કળિયુગનો અંત આવશે.

આ શ્લોકમાં લખવામાં આવ્યું છે કે શંભાળ ગામમાં વિષ્ણુયશ નામનો એક બ્રાહ્મણ રહેતો હશે. આ વ્યક્તિને ભગવદ્ ગીતા સહિત બધી જ વસ્તુનું સારું જ્ઞાન હશે. આજ વ્યક્તિના ઘરે ભગવાન વિષ્ણુ કલ્કિ અવતાર ધારણ કરીને જન્મ લેશે.

  • सम्भलग्राममुख्यस्य ब्राह्मणस्य महात्मनः।
  • भवने विष्णुयशसः कल्किः प्रादुर्भविष्यति।।

આ સિવાય ધાર્મિક પુસ્તકમાં કહ્યું છે કે શંભાળ ગામમાં વિષ્ણુયશ નામનો વ્યક્તિ રહેતો હશે અને તેના લગ્ન સુમતી સાથે થશે. જેના પછી તેમના ઘરે કલ્કિ નામના બાળકનો જન્મ થશે. આ બાળક નાનપણમાં ખૂબ જ હોશિયાર હશે અને વિવિધ વિદ્યાઓ શીખશે. જેના પછી તે યુવાનીમાં શિવજીનું ધ્યાન કરીને તેમની પાસેથી વિવિધ પાઠ લેશે અને ધર્મની સ્થાપના કરશે.

કલ્કી અવતારનું વર્ણન અને નિરૂપણ : ભગવાન વિષ્ણુના આ અવતારને ધ્યાનમાં રાખીને અગ્નિ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુ ઘોડા પર સવાર થઈને આવશે અને તેમના હાથમાં તીર હશે. જ્યારે વાયુ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કળિયુગમાં પાંપીઓની સંખ્યા વધી જશે ત્યારે વિષ્ણુ ભગવાન જન્મ લેશે અને પાપીઓનો નાશ કરશે.

આ દરમિયાન જન્મ લેશે : જ્યારે વૈષ્ણવ સંપ્રદાય માં કહેવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ નો આ 10મો જન્મ હશે અને તેઓ પૃથ્વી પર જન્મ લઈને પાપીઓનો હત્યા કરશે અને ધર્મની સ્થાપના કરશે. એવું કહેવામાં આવે છે કે જ્યારે કળિયુગ અંતિમ તબક્કામાં હશે ત્યારે ચારેય બાજુ અંધકાર ફેલાઈ જશે. નિર્દોષ લોકો ડરીને જીવશે, જ્યારે પાપી લોકોનું રાજ હશે. આ દરમિયાન ભગવાન વિષ્ણુ જન્મ લઈને ધર્મની સ્થાપના કરશે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM