બાઈક ચાલકની ચતુરાઈથી બચી ગયો જીવ…, નહીં તો કાર અને ટ્રકની વચ્ચે બની જાત તેનું કચુંબર.., જુઓ Video

બાઈક ચાલકની ચતુરાઈથી બચી ગયો જીવ…, નહીં તો કાર અને ટ્રકની વચ્ચે બની જાત તેનું કચુંબર.., જુઓ Video

વર્તમાન સમયમાં માર્ગ અકસ્માત સામાન્ય ઘટના બની ચુકી છે. અવારનવાર માર્ગ અકસ્માત સાથે જોડાયેલી ખબરો જોવા મળે છે. ઘણી દુર્ઘટના તો આપણી આંખોની સામે થાય છે. મોટાભાગની દુર્ઘટના પાછળ વાહન ચાલકોની બેદરકારી સામે આવે છે. જો કોઈ વાહન ચાલક સ્પીડમાં વાહન ચલાવે છે તો ગંભીર અકસ્માત થઈ જાય છે. આ દુર્ઘટનામાં કોઈનો જીવ પણ જતો રહે છે તો ક્યારેક કોઈને ગંભીર ઈજાઓ થાય છે. તમારું નસીબ જોર કરતું હોય તો તમે બચી પણ શકો છો.

ભાગ્યના કારણે દુર્ઘટનામાંથી બચી જતા એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો જોયા પછી તમે પણ માનવા માટે મજબૂર થઈ જશો કે દુર્ઘટનામાં જે વ્યક્તિનો જીવ બચી ગયો તેનું ભાગ્ય બળવાન છે. કારણ કે જો તેના નસીબે તેને સાથ ન આપ્યો હોત અને તેણે સમયસુચકતા ન દાખવી હોત તો એક ભયાનક દુર્ઘટના થઈ જાત જેમાં કાર અને ટ્રકની વચ્ચે બાઈક અને તેના ચાલકનું કચુંબર બની જાત.

આ અકસ્માતમાં કાર અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થાય છે. આ ટક્કર થાય તેની એકદમ નજીકથી બાઈક સવાર પસાર થાય છે. આ બાઈક બંને વાહનની વચ્ચેથી પસાર થાય છે. જો આ ટક્કર થઈ જાત તો તે અકસ્માત ખૂબ ભયંકર હોત. પરંતુ તે બાઈક ચાલક બચવામાં સફળ થાય છે. જો તે એક સેકંડ પણ મોડો પડ્યો હોત તો તેની સેંડવિચ બની જાત.

ઓવર સ્પીડ ટ્રક અને કાર ટકરાય તે પહેલા બાઈક ચાલક તેની વચ્ચેથી નીકળી જાય છે. આ બધું એટલી જલદી થાય છે કે આ ઘટનાક્રમને સમજવા માટે તમારે વીડિયોને વારંવાર જોવો પડશે. આ વીડિયો જોઈને લોકો આશ્ચર્યમાં પડી જાય છે. આ વીડિયો પર લોકો સતત કોમેન્ટ કરી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું છે કે આ માણસ દુનિયાનો સૌથી ભાગ્યશાળી માણસ છે. બીજાએ લખ્યું છે કે આ વ્યક્તિએ કોઈ સારા કર્મ કર્યા છે જેના કારણે ભગવાને તેનો જીવ બચાવી લીધો છે.

એક વ્યક્તિએ મસ્તીમાં લખ્યું છે કે ક્યારેક ક્યારેક ઓવરસ્પીડ વાહન પણ તમારો જીવ બચાવી લે છે. અન્ય યુઝરે લખ્યું છે કે બાઈકવાળો અકસ્માતમાંથી બચ્યા પછી ભગવાનને 100 નાળિયેર ચઢાવી ચુક્યો હશે. એક યુઝરે હળવા અંદાજમાં લખ્યું છે કે, તમે બંને એકબીજા સાથે લડાઈ કરો હું તો જાવ છું.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM