ભારતમાં લાખો લોકો રાખે છે આ એક જ પાસવર્ડ…., આ કારણથી જ સરળતા થી હેક કરી શકે છે લોકો…

ભારતમાં લાખો લોકો રાખે છે આ એક જ પાસવર્ડ…., આ કારણથી જ સરળતા થી હેક કરી શકે છે લોકો…

કોરોના મહામારીના સમયમાં ડિજિટલ માધ્યમથી કામ અને ઓનલાઈન ક્લાસિસમાં એક ક્રાંતિકારી બદલાવ આવ્યો છે. પરંતુ તેમાં જ્યારે વાત આવે સાયબર સુરક્ષાની તો એમ જણાય છે કે આપણા દેશને હજુ લાંબી મજલ કાપવાની છે. તાજેતરમાં જ પાસવર્ડ પ્રબંધન સેવા નોર્ડપાસે એક રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં આવતા પાસવર્ડનું લિસ્ટ આપવામાં આવ્યું છે.

આ લિસ્ટમાં એક ચોંકાવનારી વાત સામે એ આવી છે કે મોટાભાગના લોકો પાસવર્ડ તરીકે પાસવર્ડ શબ્દનો જ ઉપયોગ કરે છે. પાસવર્ડ મેનેજમેન્ટ સર્વિસ નોર્ડપાસે ટોપ 200 સૌથી વધુ ઉપયોગાં આવતા પાસવર્ડની વાર્ષિક યાદી જાહેર કરી છે. આ યાદી અનુસાર 123456 અત્યાર સુધીનો સૌથી વધુ ઉપયોગમાં આવતો પાસવર્ડ છે. રિપોર્ટનું માનીએ તો વર્ષ 2000માં અંદાજે 25 લાખ 43 હજાર વખત આ પાસવર્ડનો ઉપયોગ થયો છે.

જ્યારે વર્ષ 2021માં તેનો ઉપયોગ અંદાજે 1 કરોડથી પણ વધારે વખત થયો છે. આ પાસવર્ડ દુનિયાભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે. આ પ્રકારના પાસવર્ડને ક્રેક કરવા ખૂબ જ સરળ હોય છે. રિસર્ચ અનુસાર 123456 પાસવર્ડ હોય તેને ક્રેક કરવામાં એક સેકન્ડનો પણ સમય લાગતો નથી. કંપનીએ પોતાના રિસર્ચમાં અંદાજે 50 દેશોનું વિશ્લેષણ કર્યું અને 50 દેશોમાંથી 43 દેશોમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાયો હોય તેવો પાસવર્ડ 123456 છે. જ્યારે ભારતમાં Password શબ્દનો વધારે ઉપયોગ થયો હતો.

આ પ્રકારનો પાસવર્ડ 17 લાખ યૂઝરે પોતાના પાસવર્ડ તરીકે ઉપયોગમાં લીધો હતો. ભારતમાં પાસવર્ડ પછી ટોપ 10 સામાન્ય પાસવર્ડ 12345, 12345678, 123456789, india123, 1234567890, 1234567 અને qwerty છે. આ સિવાય ભારતમાં india123, xxx, iloveyou, krishna અને omsairam પણ સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે.

આમ કુલ મળીને ભારતમાં 200માંથી 62 પાસવર્ડ એવા છે જેને એક સેકન્ડમાં જ ક્રેક કરી અકાઉન્ટ હેક કરી શકાય છે. ખાસ વાત તો એ છે કે password શબ્દ જાપાનમાં પણ લોકપ્રિય છે. અમેરિકામાં સૌથી વધુ 123456નો ઉપયોગ થાય છે. આ સિવાય iloveyou, sweetheart,l ovely, sunshine જેવા શબ્દો પણ પાસવર્ડ તરીકે રાખવામાં આવે છે. આવા પાસવર્ડ મહિલાઓ વધારે રાખે છે.

પાસવર્ડ રાખતી વખતે આ વાતનું રાખો ધ્યાન : નિષ્ણાંતોનું માનીએ તો પાસવર્ડમાં ઓછામાં ઓછા 10થી 15 કેરેક્ટર હોવા જોઈએ. પાસવર્ડમાં એક આસ્ફાબેટ કેપિટલમાં હોવો જોઈએ. સાથે જ સ્પેશિયલ કેરેકટર જેમ કે @$#%^ &*નો પણ ઉપયોગ કરવો જોઈએ. સાથે જ એક જ પાસવર્ડને લાંબા સમય સુધી રાખવો નહીં. પાસવર્ડ થોડા થોડા સમયે બદલી દેવા જોઈએ. શક્ય હોય તો પાસવર્ડને ઓટીપી સિક્યોર કરી લેવા. પાસવર્ડ સેટ કરો ત્યારે તેમાં ક્યારે નામ, જન્મ તારીખ કે સમયનો ઉપયોગ કરવો જોઈએ નહીં.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM