મુકેશ અંબાણી પોતાની સુરક્ષા પાછળ કેટલા રૂપિયા ખર્ચે છે??, જાણી ને નવાઈ લાગશે …

મુકેશ અંબાણી પોતાની સુરક્ષા પાછળ કેટલા રૂપિયા ખર્ચે છે??, જાણી ને નવાઈ લાગશે …

જ્યારે પણ મુકેશ અંબાણીની વાત આવે છે ત્યારે મુકેશ અંબાણી ની સાથે સાથે તેમનો પરિવાર પણ ચર્ચામાં આવી જાય છે. મુકેશ અંબાણીનો પરિવાર એક માત્ર એવો પરિવાર છે જે હંમેશાં લાઈમલાઈટમાં રહેવાનું પસંદ કરે છે. આ જ કારણ છે કે અંબાણી પરિવાર સાથે જોડાયેલી નાનામાં નાની વાત પણ ઝડપથી બહાર આવી જાય છે.

અંબાણી પરિવાર ભારતના સૌથી મોંઘા અને વૈભવી ઘર એન્ટિલિયામાં રહે છે, જે સુરક્ષાની દ્રષ્ટિએ પણ કોઈ થી ઓછો નથી. હાલમાં થોડાક સમય પહેલાં એન્ટિલિયા ની બહાર એક કાર મળી આવી હતી, તેની અંદર એક ધમકી ભર્યો પત્ર પણ હતો. આ સમય દરમિયાન મુકેશ અંબાણીના પરિવારની સિક્યુરિટી વધારી દેવામાં આવતી હતી. આવી સ્થિતિમાં જ આ લેખમાં અમે તમને મુકેશ અંબાણીનો પરિવાર સુરક્ષિત રહેવા માટે કેટલા પૈસા ખર્ચ કરે છે તેના વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.

જો આપણે મુકેશ અંબાણી ની વાત કરીએ તો તેઓ ઝેડ પ્લસ સિક્યુરિટી સાથે રાખે છે. જેના માટે તેઓ દર મહિને આશરે 20 લાખ જેટલા પૈસા ખર્ચ કરે છે. તેમને સિક્યુરિટી ની અંદર 55 જેટલા સુરક્ષા કર્મીઓ અથવા બોડીગાર્ડ તેમની સાથે રહે છે. જે સમગ્ર સમય દરમિયાન મુકેશ અંબાણી ની દેખરેખ કરે છે.

એક રિપોર્ટ પ્રમાણે મુકેશ અંબાણી જોડે 170 થી વધારે કાર છે, જેમાં કેટલીક ગાડીઓ તો બુલેટ પ્રૂફ કાચથી બનેલી છે. આવી જ એક કાર BMW 760li છે, જેની પાછળ અંબાણી પરિવારે 8 કરોડ 50 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે. આ કારની અંદર લગભગ દરેક સુવિધાઓ છે.

જો આપણે મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી વિશે વાત કરીએ તો તેઓ વાય કેટેગરીની સુરક્ષા ધરાવે છે. નીતાની સાથે હંમેશા 10 જવાનો હાજર રહે છે. નીતા અંબાણી ભલે દેશના ગમે તે ખૂણામાં જાય પરંતુ તેમની સાથે હંમેશા આ સુરક્ષા જવાનો જોવા મળી જાય છે.

મુકેશ અંબાણી સરકારી સુરક્ષા તો મેળવે જ છે સાથે સાથે તે પોતાની પ્રાઇવેટ સુરક્ષા પણ ધરાવે છે. જેમાં એનએસજી રિટાયર થયેલા જવાનો સિવાય તેઓ પેરા મિલિટરી ફોર્સના જવાનો ને પણ સુરક્ષા માટે સાથે રાખે છે. મુકેશ અંબાણી ક્યારે પોતાની સુરક્ષા વગર ઘરની બહાર નીકળતા નથી.

મુકેશ અંબાણી પાસે વૈભવની દરેક સુખ સુવિધાઓ છે. તેમના ઘર ઉપર ત્રણ હેલિપેડ બનાવવામાં આવ્યા છે, જેના લીધે તેઓ તાત્કાલિક પરિસ્થિતિમાં ક્યાંય પણ બહાર જઈ શકે છે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM