ગુજરાતના હવામાન વિભાગે કરી ખુબજ મોટી આગાહી..!, આવનારા 4 દિવસોમાં ગુજરાતના આ જિલ્લાઓ માં થશે બહારે મેઘ મહેર..

ગુજરાતના હવામાન વિભાગે કરી ખુબજ મોટી આગાહી..!, આવનારા 4 દિવસોમાં ગુજરાતના આ જિલ્લાઓ માં થશે બહારે મેઘ મહેર..

ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર આણંદ ખેડા પંચમહાલ કચ્છ રાજકોટ પોરબંદર આણંદ તેમજ જુનાગઢ ગીર સોમનાથ અને દીવ ની અંદર પણ સારામાં સારા વરસાદ પડવાની ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે. તેમજ ગુજરાતના સાબરકાંઠા પંચમહાલ વિસાવદર તેમજ બનાસકાંઠાના અંતરીયા ગામડાની અંદર ગત બે દિવસોની અંદર સારામાં સારો વરસાદ પડ્યો છે. બીજી બાજુ વાત કરવામાં આવે તો 30 જૂન એટલે કે આજના દિવસે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત ની અંદર પણ સારામાં સારી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે

30 જૂનના રોજ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર દ્વારકા પોરબંદર રાજકોટ જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ ગાંધીનગર આણંદ ખેડા પંચમહાલ મહીસાગર અને દાહોદ ની અંદર પણ સારામાં સારી વરસાદની આગાહી આપવામાં આવી છે. જ્યારે એક જુલાઈના રોજ દિવ દમણ દાદરા નગર હવેલી ની અંદર પણ સારામાં સારો વરસાદ પડશે આ સાથે સૌરાષ્ટ્રના કચ્છ વિસ્તારની અંદર પણ ઘણા બધી જગ્યા ઉપર 1 જુલાઈના રોજ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની પણ આગાહી આપવામાં આવી છે

જ્યારે બે જુલાઈના રોજ સૌરાષ્ટ્ર કચ્છ જિલ્લાની અંદર ભારેથી અતિભારે વરસાદ પડશે તેમજ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. અત્રે ખાસ ઉલ્લેખનીય વાત તો એ છે કે, ગઈકાલે રાજ્યના વલસાડ વાપી ભરૂચ સહિતના શહેરોની એને છૂટો છવાયો વરસાદ નોંધાયો હતો તેમ જ વલસાડ જાફરાબાદ દરિયા કિનારા ની અંદર કરંટ જોવા મળતાં સાથે ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે

ગઈકાલે વલસાડ જિલ્લાની અંદર વરસાદી માહોલ જામ્યો હતો અને એક મહેર જોવા મળી હતી તેને વચ્ચે વાપી ની અંદર વરસાદે ધબડા સ્ટી સાથે બોલાવી હતી. જેને લઈને બે ઇંચ જેટલું પાણી વરસ્યું હતું તેમ જ ઉમરગામની અડધો ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તિથલના દરિયાકાંઠાની અંદર પણ વાતાવરણને લીધે દરિયો ગાંડા તુર બન્યો હતો. જેને લઈને દરિયાની અંદર ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા હતા

ભારે પવન અને ઊંચા ઊંચા મોજા ને લઈને કલેક્ટર એ માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપી દેવામાં આવી છે તેમજ માછીમારો અને મુલાકાતઓની સલામતીને લઈને તિથલના દરિયા કાંઠે પોલીસ જવાનને પણ તૈનાત કરવામાં આવ્યા છે. દમણનો દરિયા કિનારો પણ તોફાની બનતા તંત્ર દ્વારા દરિયાકાંઠે ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું હતું.

સલામતીના ભાગ પ્રમાણે દરિયો ન ખેડવા માટેની તંત્ર દ્વારા માછીમારોને આદેશ જાહેર કરવામાં આવ્યા છે અને પર્યટકોને પણ દરિયા સુધી ન જવા માટેની મનાઈ ફરમાવી દેવામાં આવી હતી પરંતુ આવનારા ચાર દિવસોની અંદર દમણ નો દરિયા કાંઠો તોફાની બનવાની શક્યતાઓ પૂરેપૂરી સેવાઈ રહી છે. અમરેલી જિલ્લાની અંદર જાફરાબાદ માં દરિયાની અંદર 10 થી 12 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા

ગુજરાતના ઘણા બધા બંદર ની અંદર તંત્ર દ્વારા ત્રણ નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવા માટે ની સૂચના આપવામાં આવી છે. વાત કરીએ તો ૪૦ થી ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી આપવામાં આવી છે. રાજ્યની અંદર વેરાવળ તેમાં તમન્ના દરિયાકાંઠાની અંદર તેમજ દ્વારકા ઓખા પોરબંદર વેરાવળ દીવ જાફરાબાદ પીપાવાવ ભાવનગર ભરૂચ સહિતના દરિયાકાંઠાની અંદર એલર્ટ આપવામાં આવ્યું છે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM