સમગ્ર ગુજરાત રાજ્યની અંદર હવામાન વિભાગ દ્વારા ખુબજ મોટી આગાહી કરવામાં આવી છે.., જાણવા આવનારી પાંચ તારીખ સુધીમાં કઈ કઈ જગ્યા ઉપર પડી શકે છે ભારેથી ભારે વરસાદ…

સમગ્ર ગુજરાત રાજ્યની અંદર હવામાન વિભાગ દ્વારા ખુબજ મોટી આગાહી કરવામાં આવી છે.., જાણવા આવનારી પાંચ તારીખ સુધીમાં કઈ કઈ જગ્યા ઉપર પડી શકે છે ભારેથી ભારે વરસાદ…

અત્યારે છેલ્લા ઘણા દિવસોથી સમગ્ર ગુજરાત રાજ્યની અંદર છૂટો છવાયો ઘણી બધી જગ્યાઓ પર વરસાદ પડી રહ્યો છે. તેવામાં વાત કરવામાં આવે તો ગત વર્ષ કરતાં આ વર્ષે ચોમાસું સારામાં સારું જાય તેવી હોવાની વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી રહી છે. વાત કરીએ તો, આ વર્ષે ચોમાસુ આવે તે પહેલાંના સમયમાં જ ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. અને

મેઘ મહેર દિવસ અને દિવસે વરસાવી રહ્યું છે. વાત કરીએ તો, ગુજરાતના હવન વિભાગ દ્વારા સમગ્ર રાજ્ય અને સૌરાષ્ટ્ર પંથક ની અંદર સારામાં સારો વરસાદ પડે તેવી આગાહી આપવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે જાણવા મળ્યું છે કે, આવનારી પહેલી જુલાઈ સુધીમાં રાજ્યની અંદર ભારેથી અતિ ભારે પવન સાથે વીજળીના કડાકા સાથે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે જાણવા મળ્યું છે કે, આવનારી પાંચમી જુલાઇ સુધીમાં અમદાવાદ સહિત રાજ્યની અંદર અને વલસાડ માં સારામા સારો ઝાપટાંથી લઇને ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી રહી છે, જેને કારણે ગુજરાતમાં સમગ્ર રાજ્યની અંદર અને વલસાડના અંતરિયાળ ગામડાઓની અંદર ધોધમાર વરસાદ વરસી શકે છે.  તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.

તેની સાથે-સાથે પોરબંદર જાફરાબાદ દમણની સાથે-સાથે દરિયાકાંઠાના ઘણા બધા કિનારા ની અંદર 30 થી લઈને 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે જાણવા મળ્યું છે કે , આવનારા બે દિવસ એટલેકે ૨૯ અને ૩૦ તારીખે રોજ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

આ સાથે જ ૨૯મી તારીખ ના રોજ ભરૂચ સુરત નવસારી અમરેલી ભાવનગર ની અંદર પણ ભારે માં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે વાત કરવામાં આવે તો, આવનારી 30 તારીખ એટલે કે, આવતીકાલ સુધીમાં ભરૂચ સુરત નવસારી ડાંગ અને પોરબંદર જુનાગઢ દેવભૂમિ દ્વારકા ની અંદર પણ ઘણી બધી જગ્યાઓ પર સારામાં સારો વરસાદ વરસી શકે છે, આ સાથે જ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ત્રણ નંબરનો સિગ્નલ પણ આપી દેવામાં આવ્યું છે

ગુજરાત રાજ્યની અંદર ધીમે ધીમે પવનની ગતિ વધવાની સાથે-સાથે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે ની ઘણી બધી જગ્યા ઉપર સૂચના આપી દેવામાં આવી છે.  વાત કરીએ તો, હવામાન વિભાગ ની સૂચી પ્રમાણે આવનારી ગત 27 તારીખે લઈને આવનારી એક તારીખ સુધીમાં પાંચ દિવસો સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે ની સૂચના આપી દેવામાં આવી છે.  બીજી બાજુ ખાનગી સંસ્થા ના અનુમાન અંતર્ગત અમદાવાદ ની અંદર આવનારા બે દિવસ ની અંદર ની સાથે ભારે ગરમી રહેશે અને વરસાદ પણ નહિવત પ્રમાણમાં જળવાઇ રહેશે

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM