ભારતનું અનોખું રેસ્ટોરન્ટ, ફ્રી માં મળે છે ભરપેટ જમવાનું.., પૈસા નઈ પણ.., પોલીથીન બેગ આપો અને પેટ ભરીને ભોજન ફ્રીમાં કરો.

જ્યારે પણ તમે બહાર રેસ્ટોરન્ટમાં જમવા જાવ અને ભરપેટ જમો તો તેનું બિલ પણ મોટું આવે છે. ક્યારેક તો એવું થાય કે જમ્યા પછી રેસ્ટોરન્ટમાં પૈસા આપવા ન પડે તો કેવું સારું… જોકે આવું શક્ય હોતું નથી આજના સમયમાં ફ્રીમાં જમવાનું અને તે પણ રેસ્ટોરન્ટમાં તે અશક્ય લાગે છે. પરંતુ આજે તમને ભારતના એક અનોખા રેસ્ટોરન્ટ વિશે જણાવીએ જ્યાં તમારી આ ઈચ્છા પૂરી થઈ શકે છે.
આ વાત જો તમને મજાક લાગતી હોય તો જણાવી દઈએ કે આ વાત સત્ય છે. ભારતમાં એક એવું રેસ્ટોરન્ટ છે જ્યાં તમને ફ્રીમાં ભોજન મળશે અને તે પણ ભરપેટ. તમને જાણીને આશ્ચર્ય થશે કે અહીં તમારે ભોજન કર્યા પછી પૈસા આપવાના નથી પરંતુ તેના બદલે તમારે પોલીથીન બેગ આપવાની છે.
ભરપેટ જમ્યા પછી પણ એક પણ રૂપિયો આપવો ન પડે તે વાત પણ હકીકત સાબિત થઈ છે. આ અનોખું રેસ્ટોરન્ટ છત્તીસગઢમાં આવેલું છે. અહીં આવીને તમે ભરપેટ ભોજન કરી શકો છો અને તમારે એક પણ રૂપિયો આપવાની જરૂર નથી.
છતીસગઢ ની રાજધાની રાયપુર મા અનુકૂળ રેસ્ટોરન્ટ ખુલ્યું છે. અહીં ગ્રાહકો પાસેથી ભોજન ના પૈસા લેવામાં આવતા નથી. તેમણે ભોજન કરીને પૈસાને બદલે એક કિલો પોલીથીન બેગ આપવાની હોય છે. હવે તમને પ્રશ્ન થશે કે આ રેસ્ટોરન્ટ પોલીથીન બેગ શા માટે લે છે. ?
રાયપુર નગર નિગમ દ્વારા આ અનોખી પહેલ કરવામાં આવી છે. અહીં સ્થાનિક વહીવટીતંત્ર શહેરને પોલિથિન મુક્ત કરવા ઈચ્છે છે. તેથી તેમણે લોકોને જાગૃત કરવા માટે આ અનોખી પહેલ શરૂ કરી છે. ફ્રીમાં ભોજન કરવા માટે લોકો પોલીથીન એકઠી કરીને અહીં આપી જાય છે. આ વ્યવસ્થા શરૂ થઈ છે ત્યારથી લોકો જ્યાં ત્યાં પોલીથીન બેગ શકતા નથી.
રાયપુરના શાસ્ત્રી માર્કેટમાં નગર નિગમની મદદથી આ food bank ખોલવામાં આવી છે. જેનું સંચાલન મહિલાઓ કરે છે. અહીં એક કિલો પોલીથીન બેગ આપવા પર ગરમાગરમ નાસ્તો મળે છે.
અહીં લોકોને ગરમાગરમ વડા સમોસા પોહા જેવી વસ્તુઓ આપવામાં આવે છે. હવે અહીં આ મેનુ માં ભોજન નો સમાવેશ કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આમ કરવાથી એનજીઓની મહિલાઓને પણ આવક થશે.
અહીંનું નગર નિગમ પર્યાવરણ પ્રત્યે લોકોને જાગૃત કરવા ઈચ્છે છે. રાયપુરમાં પોલીથીન પર પ્રતિબંધ છે તેમ છતાં લોકો તેનું સતત ઉપયોગ કરે છે. તેવામાં આ યોજના કરીને તંત્ર સ્વચ્છતા સર્વેક્ષણ માં પણ શહેરનું નામ આગળ લાવવા માટે પ્રયત્ન કરી રહ્યું છે.
તમે આ લેખ “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.