વિદેશની ધરતી પર ગીતાબેન રબારી એ પાડ્યો જોરદાર વટ,સોશિયલ મિડીયા પર વાયરલ થયેલો આ વિડીયો જોઈને મોજમાં આવી જશો…

ગુજરાતનો એક પણ એવો વ્યક્તિ નહીં હોય કે જેને ભજન,લોકગીત,સંતવાણી તેમજ ડાયરા જેવા કાર્યક્રમો માળવાની ઈચ્છા થતી નહીં હોય.ગુજરાતના અનેક કલાકારોએ પોતાની આગવી કળાથી ગુજરાતી લોકોને પોતાની તરફ આકર્ષિત કર્યા છે અને ઘણા બધા ચાહકો બનાવી લીધા છે. આવી જ રીતે ગીતાબેન રબારી ની વાત કરીએ તો તેઓ પણ કચ્છની કોયલ કહેવાય છે.
31 ડિસેમ્બર 1996 ના રોજ કચ્છના જન્મેલા ગીતાબેન રબારી હાલ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ વટ પાડી ચૂક્યા છે. મિત્રો તમને જણાવી દઈએ કે ગીતાબેન રબારી હાલ આખા ગુજરાતનું ગૌરવ બની ચૂક્યા છે. તો ખાસ વાત તો એ છે કે ગુજરાતી સિંગર ગીતાબેન રબારી હાલ હિન્દી ગીતો પણ ગાવા લાગ્યા છે. આટલું જ નહીં પરંતુ ગીતાબેન રબારી
પોતાના પહેરવેશ થી પણ ખૂબ શોભે છે. ગીતાબેન રબારી પોતાના પહેરવેશ થી પોતાની જ્ઞાતિની ઓળખ કરાવી રહ્યા છે. ગીતાબેન રબારી ના અંગત જીવનની વાત કરીએ તો ગીતાબેન રબારી ના પતિ પૃથ્વી રબારી તેમના દરેક શોમાં તેમની સાથે જ હોય છે. અનેક પ્રોગ્રામ ની અંદર બેન રબારી સાથે તસવીરમાં તમે અનેકવાર જોયા જ હશે. મિત્રો સોશિયલ મીડિયામાં
વાયરલ થયેલ ગીતાબેન રબારી અમેરિકામાં તેરી મિટ્ટી સોંગ ગાતા જોવા મળી રહ્યા છે. પોતાના અવાજ અને પોતાની આગવી કળાથી ગુજરાતી કલાકાર ગીતાબેન રબારી નો સોશિયલ મીડિયામાં હાલ વિડીયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જાણકારી અનુસાર આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર શેર કરવામાં આવ્યો છે. તમે પણ ગીતા રબારી ના ઓફિસિયલ
facebook પેજ પરથી આ વિડીયો જોઈ શકો છો.અને આ વિડીયો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.અત્યારે સુધી આ વિડીયો ઘણા બધા લોકો પસંદ કરી રહ્યા છે. મિત્રો તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ આ વીડિયોને લોકો લાઈક કરી રહ્યા છે ઉપરાંત ઘણી બધી પ્રતિક્રિયા પણ આપતા જોવા મળી રહ્યા છે. ગીતાબેન રબારી ના ચાહકો
દ્વારા આ વિડીયો પ્રત્યે ઘણી બધી કમેન્ટ્સ પણ આપવામાં આવી રહી છે. ચાહક વર્ગ દ્વારા એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું છે કે, “તમારો અવાજ ખૂબ જ સુંદર છે, તમે દેશનું ગૌરવ છો”જ્યારે અન્ય એક યુઝરે લખ્યું છે કે ,”તમે વિદેશમાં પણ દેશનું નામ રોશન કરી રહ્યા છો.” ગીતાબેન રબારી ના પિતા નું નામ કાનજીભાઈ રબારી અને માતા વેચુબેન રબારી છે.તેઓના બે ભાઈઓ
પૈકી એક ભાઈનું અકાળે દુઃખદ અવસાન થયું હતું. સામાન્ય પરિવારમાં જન્મેલા ગીતાબેન રબારી નબળી પરિસ્થિતિમાં પણ મહેનત કરીને આગળ આવી ગુજરાત જ નહીં પરંતુ ભારતનો પણ નામ રોશન કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆત માત્ર પાંચમા ધોરણથી ગીતા રબારી એ કરી હતી. આજે તેઓ પોતાની મહેનતથી ખૂબ મોટું નામ કમાઈ રહ્યા છે
સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરનાર ગીતા રબારી નો ચાહક વર્ગ પણ ખૂબ મોટો છે. માત્ર ગુજરાતના જ લોકો નહીં પરંતુ દેશભરના તમામ લોકો ગીતા રબારીના કાર્યક્રમ તરફ આકર્ષાઈ રહ્યા છે.
તમે આ લેખ “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.