એક નહીં પણ આટલા બધા રોગો મટાડે છે ઘી..!, ફાયદા જાણીને તમે પણ ખાવાનું શરુ કરી દેશો

સામાન્ય રીતે ઘી નો ઉપયોગ મોટાભાગના બધા જ ઘરોમાં થતો હોય છે. તેનો ઉપયોગ આપણા સ્વાસ્થય થી લઈને ઘણી બધી બીમારીઓ દૂર કરવા માટે થતો હોય છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન અને મિનરલ જોવા મળે છે. જે આપણા શરીરને મજબૂત બનાવવા માટે આવશ્યક માનવામાં આવે છે.

સામાન્ય રીતે ઘી ના બે પ્રકાર હોય છે. પહેલા તો એક છે દેશી ઘી અને બીજું ઘી વનસ્પતિ ઘી છે. તમને જણાવી દઈએ કે વનસ્પતિ ઘી જુદી જુદી વનસ્પતિઓ માંથી બનાવવામાં આવે છે, જ્યારે દેશી ઘી દહીંને વલોવીને બનાવવામાં આવે છે.

ઘી પેટનો દુઃખાવો, માથાનો દુઃખાવો, શ્વાસ લેવામાં પડતી તકલીફ અને ચર્મ રોગને દૂર કરવામાં ખૂબ અગત્યનો ફાળો આપે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને ઘીનું સેવન કરવાથી શરીરને કયા ફાયદા થાય છે, તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે નીચે પ્રમાણે છે.

  • ઘીનું સેવન કરવાથી નીચે પ્રમાણે ફાયદા થાય છે.

1. જો તમારા શરીરમાં કોઈપણ જગ્યાએ પગ અથવા હાથની ચામડી ફાટી ગઇ હોય અથવા વાગ્યા પર ઘી લગાવવામાં આવે તો તરત જ રાહત મળે છે.

2. જો તમારા મોઢામાં અલ્સરની સમસ્યા એટલે કે ચાંદા પડ્યા હોય તો રાતે તેના પર ઘી લગાવીને સુઈ જવાથી સવારે આરામ મળે છે.

  • 3. જો તમને આઘાશિશીની સમસ્યા હોય તો માત્ર ઘી સુંઘવાથી પણ ફાયદો થાય છે.
  • 4. ગાયનું ઘી આખા શરીર પર લગાવીને માલીશ કરવામાં આવે તો દુઃખાવો અને થાક જેવી સમસ્યાઓ દૂર થાય છે.
  • 5. આ સિવાય જો તમારા મોઢા પર કરચલીઓની સમસ્યાઓ હોય તો ઘી મોઢા પર લગાવવાથી આરામ મળશે.

6. માથા પર હળવા હાથે માલિશ કરવામાં આવે તો માથાના દુઃખાવામાં રાહત મળે છે અને તમે શાંતિ અનુભવી શકો છો.

  • 7. ગાયના ઘીમાં અમુક પ્રમાણમાં સીંધવ મીઠું મિક્સ કરીને સુંઘવામાં આવ તો તમને રાહત મળી શકે છે.
  • 8. એક ચમચી ઘીમાં તલનો પાવડર મિક્સ કરીને સવારે પીવામાં આવે તો હરસની સમસ્યા દૂર થઈ જાય છે.
  • 9. દરરોજ ઘી ખાવાથી અથવા તેની માથા પર માલિશ કરવાથી યાદ શકિતમાં વધારો થાય છે.
  • 10. આંતરડા ને મજબૂત કરવા માટે પણ ઘીનો અગત્યનો ફાળો છે.

Gujarati Masti TEAM