પરિવાર નવા ઘરમાં રહેવા આવ્યો, ઘર ની દીવાલ પર લખ્યું હતું એવું કે…, જાણી ચોકી જશો

એક ઘરમાં શિફ્ટ થયેલા પરિવારને દીવાલ પર લખેલો એક અનોખો સંદેશ મળ્યો હતો, જેને જોઈને આખો પરિવાર હેરાન રહી ગયો હતો અને તેઓએ આ સંદેશની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને આ વ્યક્તિની શોધખોળ શરૂ કરી દીધી હતી. ખબરો અનુસાર અમેરિકાના લંકાશાયાર માં જાન્યુઆરી મહિનામાં એક પરિવાર નવા ઘરમાં શિફ્ટ થયો હતો. આ ઘરના જૂના માલિકે ઘરની દીવાલ પર કેટલાક સંદેશ લખ્યા હતા. જેના વિશે જાણીને કોઈપણ વ્યક્તિ વિચારમાં પડી શકે છે. કારણ કે તેમાં ટાઇમ ટ્રાવેલ વિશે વાત કરી હતી.
દીવાલ પર લખેલા આ સંદેશને જોઈને પરિવારના લોકોએ તેની તસવીર ક્લિક કરી હતી અને તેને સોશિયલ મીડિયામાં શેર કરી હતી. જેના પછી શોધખોળ કરતા જાણવા મળ્યું છે આ સંદેશ વર્ષ 1975માં તત્કાલીન માલિક દ્વારા લખવામાં આવ્યો હતો. એક રિપોર્ટ અનુસાર કાર્લ તેમની દીકરીના રૂમમાં વોલપેપર ફાડી રહ્યા હતા. જેના પછી તેઓએ એક સંદેશ મળી આવ્યો, જે આશરે 46 વર્ષ જૂનો હતો.
46 વર્ષ પહેલા લખેલા આ મેસેજમાં કહેવામાં આવ્યું હતું કે હું અહી છું તું ત્યાં છે. સમયે આપણે બંનેએ અલગ કરી દીધા. શું આ ભવિષ્ય છે? અથવા હું ભૂતકાળ છું? આનો એક જ ઉત્તર છે. તમે મારા ભવિષ્ય છું અને તમે જ ભૂતકાળ છો. હું તમારા શુભ દિવસની કામના કરું છું. આ સંદેશ કોઈ એલીન નામની છોકરી દ્વારા લખવામાં આવ્યો હતો. તેના નીચે તેની સહી અને તારીખ પણ લખવામાં આવી હતી.
કાર્લ ને કહ્યું કે શરૂઆતમાં પહેલી વખત આ મેસેજને વાંચ્યો તો અડધો દેખતો હતો પણ જ્યારે આખું વોલપેપર ફાડી દેવામાં આવ્યું ત્યારે આખો મેસેજ સામે આવ્યો હતો. જેના પછી અમે તેની તસવીર ક્લીક કરી અને તેને ફેસબુક પર શેર કરી દિધો.
કાર્લ પરિવારને આ મેસેજ એટલો પસંદ આવ્યો કે તેને એલીની શોધ શરૂ કરી દીધી. જોકે ફેસબુક પર આ પોસ્ટ શેર કર્યાના થોડાક સમય બાદ એલીનના એક ફેમિલી મિત્રએ સંપર્ક કર્યો હતો. જેના પછી એલીનનું સરનામું મળી ગયું અને તેઓએ તરત જ એલીનનો સંપર્ક કર્યો.
એલીને કહ્યું કે આ સંદેશ તેણે 15 વર્ષની ઉંમરમાં લખ્યો હતો. એલીનને બહુ ખુશી છે તેણે આ મેસેજ ફરી શોધી કાઢ્યો છે. તેણી કહે છે કે આ સમયે મારા બેડરૂમમાં સજાવટ કરવામાં આવી રહી હતી ત્યારે હું યાત્રા વિશે વિચારી રહી હતી અને આજ સમયે મે આ સંદેશ લખ્યો હતો. એલીન અનુસાર જ્યારે તેણીની ચાર વર્ષની ઉંમરની હતી ત્યારે તે માતાપિતા અને ભાઈ બહેન સાથે અહી રહેવા આવી હતી. જેના પછી 18 વર્ષની ઉમરે તે બ્રાઇટન યુનિવર્સીટી ચાલી ગઈ અને ત્યારબાદ તેણીની ક્યારેય આ ઘરમાં પરત ફરી નથી.
તમે આ લેખ “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.