Video : ઝાડ ઉપર સૂતું હતું સિંહનું ટોળું…, નીચેથી નીકળો વિશાળ હાથી, જુઓ અદભુત નજારો

Video : ઝાડ ઉપર સૂતું હતું સિંહનું ટોળું…, નીચેથી નીકળો વિશાળ હાથી, જુઓ અદભુત નજારો

સિંહને જંગલનો રાજા કહેવાય છે. તે એક વાર કોઈ નો શિકાર કરવાનું નક્કી કરી લે તો તેની ચીરફાડ કરીને જ શ્વાસ લઈ છે. તમે પણ સિંહના શિકાર ના ઘણા વિડીયો જોયા હશે. સિંહ કા તો કોઈને મારી નાખે કા તો તેનો શિકાર કરે. પરંતુ આજે તમને સિંહનું એક એવું રૂપ દેખાડીએ જે તમે કદાચ જ જોયું હશે.

સિંહ સામાન્ય રીતે ઝુંડમાં રહેવાનું પસંદ કરે છે. સિંહનો પરિવાર હંમેશા સાથે રહે છે. શિકાર પણ સાથે કરે છે અને આરામ પણ સાથે કરતા જોવા મળે છે. સિંહ આરામ કરતા હોય તેનો એક અનોખો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વિડીયો લોકોનું દિલ જીતી રહ્યો છે. આ વીડિયો વાયરલ થયો છે તેનું કારણ છે કે સિંહ જમીન ઉપર નહીં પરંતુ આ ઝાડ ઉપર ચડી ને આરામ ફરમાવી રહ્યા છે.

સામાન્ય રીતે તો સિંહ જમીન ઉપર છાયા માં સુતા જોવા મળે છે. ઝાડની ઉપર વાંદરા કે દીપડા જેવા પ્રાણી વધારે જોવાય છે. પરંતુ હાલ જે રીતે ગરમી પડી રહી છે તેના કારણે સિંહ પણ ઠંડક માટે ઝાડ ઉપર ચડી ગયા છે. જાળીની મોટી ડાળખી ઉપર સિંહ આરામ કરી રહ્યા છે.

આ વિડિયો વધારે ખાસ ક્યારે બની જાય છે જ્યારે તેમની નીચેથી એક મોટો હાથી પસાર થાય છે. જોકે આ નજારો અદભુત ત્યારે બની જાય છે કે સિંહ પણ નીચેથી પસાર થતા હાથી ને જોતા નથી કે હાથી ઝાડ ઉપર બેઠેલા સિંહ ને જોતો નથી. આ વીડિયો શેર કરીને કેપ્શન માં લખવામાં આવ્યું છે, તમે પોતે જ તમારી જાતને શાંતિ અને સૂકુન આપી શકો છો. આ સાથે જ વિડિઓઝ શેર કરનારાઓએ જણાવ્યું છે કે આ નજારો તાંઝાનિયા નો છે. અહીંના નેશનલ પાર્કમાં આ દ્રશ્ય જોવા મળ્યું હતું.

આ વીડિયો જોઈને લોકો પણ મજેદાર રિએક્શન આપે છે. એક યૂઝરે લખ્યું છે આ ફેમિલી ટ્રી છે. અન્ય એક વ્યક્તિએ લખ્યું છે જ્યારે હું વધારે જમી લઉં છું ત્યારે આવી જ રીતે ઊંઘું છું. ત્યાર પછી એક કોમેન્ટ આવે છે ઝાડ જીવનમાં ખૂબ જ જરૂરી છે તેનાથી જ શાંતિ અને ઠંડક મળે છે. એક યૂઝરે લખ્યું છે કે હાથીને ખબર નથી કે તેના ઉપર મોત સુતી છે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM