“ઈંડિયન આઈડલ 12” ના સવાઈ ભાટની હાલત થઈ ગઈ આવી…., ગરીબીમાં પસાર કરી રહ્યા છે જીવન…

“ઈંડિયન આઈડલ 12” ના સવાઈ ભાટની હાલત થઈ ગઈ આવી…., ગરીબીમાં પસાર કરી રહ્યા છે જીવન…

ઈંડિયન આઈડલ ટીવીનો સૌથી જૂનો શો છે જેની 12મી સીઝન થોડા સમય પહેલા જ પુર્ણ થઈ છે. આ શો ભારતમાં ખૂબ લોકપ્રિય થાય છે. આ શો પૂર્ણ થઈ ચુક્યો છે પરંતુ તેમ છતાં તેના કેટલાક સ્પર્ધકોના કારણે ચે ચર્ચામાં રહે છે.

સિંગિંગ રિયાલીટી શો ઈંડિયન આઈડલ 12 ખૂબ જ લોકપ્રિય રહ્યો હતો. આ 12મી સીઝનમાં ટોપ 6 સ્પર્ધકોમાં પવનદીપ રાજન, અરુણિતા કાંજીલાલ, સાયલી કાંબલે, દાનિશ મોહમ્મદ, નિહાલ તાઉરો અને સન્મુખ પ્રિયા હતી. આ બધા સ્પર્ધકોના સપના ઈંડસ્ટ્રીમાં પૂર્ણ થઈ રહ્યા છે. આ સ્પર્ધકો ઘણા લાઈવ શોમાં ભાગ લેવા પણ જાય છે.

આ શો પછી આ સ્પર્ધકોનું ભવિષ્ય તો ઉજળું થઈ ગયું છે, તેમની પાસે કોઈ વાતની કમી રહી નથી. પરંતુ એક સ્પર્ધક છે જેનું નામ લોકો ભુલી રહ્યા છે. આ સ્પર્ધકનું નસીબ આ સ્પર્ધકો જેટલું સારું નથી. જો કે શો દરમિયાન તો તેના ખૂબ વખાણ થયા હતા. પરંતુ હવે શો પછી તેમની હાલત ખરાબ થવા લાગી છે. આ સ્પર્ધકનું નામ છે સવાઈ ભાટ.

સવાઈ ભાટે આ શોમાં ભાગ લઈને ખુબ નામના કમાઈ હતી પરંતુ હવે તેની હાલત પહેલા કરતાં પણ ખરાબ થઈ ગઈ છે. તે ગરીબીમાં જીવન જીવવા મજબૂર થયો છે. સવાઈ ભાટ પાસે ન ઘર છે ન તો આવક માટે કોઈ કામ. તે પોતાનું જીવન ગરીબીમાં પસાર કરી રહ્યો છે. સવાઈ ભાટે તેના અવાજથી લોકોને અને જજને પોતાના દિવાના બનાવી લીધા હતા. પરંતુ શો પછી તેનું જીવન ગરીબીમાં ગરકાવ થઈ ગયું છે.

સવાઈ ઈંડિયન આઈડલ 12માં સ્પર્ધક તરીકે જોડાયો હતો. સવાઈના અવાજના દિવાના જજ અને ગેસ્ટ જજ પણ થઈ ગયા હતા. સવાઈ પ્રતિભાશાળી ગાયક છે. જે પોતાની રાજસ્થાની શૈલીના ગાયન માટે પ્રખ્યાત છે. તેના વખાણ શો પર આવેલી હસ્તીઓએ પણ કર્યા હતા.

એટલું જ નહીં અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદાએ પણ સવાઈ ભાટનો સપોર્ટ કર્યો હતો. સોશિયલ મીડિયા પર પણ લોકો તેના વખાણ કરતાં થાકતા ન હતા. એટલું જ નહીં હિમેશ રેશમિયાએ તો એક ગીત પણ લોન્ચ કરાવ્યું હતું. પરંતુ તેમ છતાં તેનું જીવન આજે કામ વિના પસાર થઈ રહ્યું છે.

સવાઈ ભાટે એક સ્થાનિક અખબારમાં ઈંટરવ્યુ આપતા કહ્યું હતું કે તે ઘર ખરીદવા ઈચ્છતા હતા પરંતુ સિંગિંગ સેંસેશન બન્યા પછી પણ તે ગરીબી સામે લડી રહ્યો છે. ઘર ખરીદવા માટે સવાઈ ભાટે રાજસ્થાન સરકારને આર્થિક મદદ માટે ગુહાર લગાવી છે.

સવાઈનું કહેવું છે કે આજે પણ તેના ગામમાં ટીવી નથી, ઈંડિયન આઈડલ આવ્યા પછી ગામમાં લાઈટ આવી હતી. તેઓ ગામે ગામ જઈને કઠપુતળીનો ખેલ બતાવતા હતા પરંતુ ઈંટરનેટના કારણે લોકોને તેમ રસ રહ્યો નથી. જો સરકાર મદદ કરે તો તે ગામમાં બાળકો માટે સંગીત સંસ્થા ખોલવા ઈચ્છે છે. સવાઈની ઈચ્છા છે કે તેને તક મળે તો તે સલમાન ખાન માટે ગીત ગાવા ઈચ્છે છે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM