હાથી ને ટ્રકમાં ચડાવવાનો ફોટો લોકો ના દિલ ને અડી ગયો…, આ ખાસ કારણે થઇ રહ્યા છે વખાણ

હાથી ને ટ્રકમાં ચડાવવાનો ફોટો લોકો ના દિલ ને અડી ગયો…, આ ખાસ કારણે થઇ રહ્યા છે વખાણ

પૃથ્વી પર વસતા બધાં જ પ્રાણીઓ માં હાથી સૌથી વિશાળ હોય છે. તેની ગણતરી બુદ્ધિમાન પ્રાણીઓમાં થાય છે. હાથીની યાદશક્તિ ખૂબ જ સારી હોય છે. હાથી એકવાર જે વસ્તુને યાદ રાખી લે છે તેને ક્યારેય ભૂલતો નથી. ભારતમાં હાથીઓનું સ્થાન ખૂબ જ ખાસ છે લોકો તેને ગજરાજ કહી તેની પૂજા કરે છે.

જોકે હાથીના વધતા શિકારના કારણે તેની સંખ્યા ખૂબ જ ઘટી રહી છે. કેટલાક લોકોને આ સમયમાં પણ હાથી પ્રત્યે ખુબ જ લાગણી હોય છે. આ લોકો હાથીને પોતાના પરિવારના સભ્યોની જેમ સમજે છે અને તેનું પાલન કરે છે તેમજ તેનું ધ્યાન પણ પરિવારના એક સભ્યની જેમ રાખે છે.

સોશિયલ મીડિયા પર હાલના દિવસોમાં હાથી સાથે જોડાયેલી એક ખાસ તસવીર ખૂબ જ વાયરલ થઇ રહી છે. આ તસવીરમાં એક ખાસ મેસેજ પણ છુપાયેલો છે. આ તસવીરમાં જોઇ શકાય છે કે એક વ્યક્તિ હાથીને ટ્રક પર ચડાવવા માટે તેને પાછળથી ધક્કો મારી રહ્યો છે.

આમ જોવા જઈએ તો મસ્ત મોટા હાથી ને ટ્રકમાં ચડાવવા માટે એક માણસ પુરતો નથી. હાથી નું વજન ખૂબ જ વધારે હોય છે પરંતુ અહી વાત મનોબળ વધારવા ની આવે છે. આ ફોટો આઈએએસ અધિકારી અવનીશ શરણે પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. ફોટો સાથે તેને સરસ કેપશન પણ લખ્યું છે. તેમણે લખ્યું છે કે ” એવું બિલકુલ નથી કે પાછળથી ધક્કો મારતો માણસ હાથીને ટ્રકમાં ચડાવી શકે છે. પરંતુ આવું તે એટલા માટે કરે છે કે હાથીને એવું લાગે કે તેની પાછળ કોઈ છે જે તેને મદદ કરી રહ્યો છે. આ અનુભવ હાથી ટ્રકમાં ચલાવવામાં મદદ કરે છે”

આ ફોટો વાઇરલ થયા પછી લોકો તેના પર રસપ્રદ કોમેન્ટ કરવા લાગ્યા છે. એક યૂઝરે લખ્યું છે કે તસવીરના માધ્યમથી તમે બહુ સારો સંદેશ આપ્યો.. બીજા એક વ્યક્તિએ કહ્યું છે કે બીજા ને આપેલો થોડો સપોર્ટ પણ હિંમત વધારે છે… અન્ય એક વ્યક્તિએ લખ્યું છે કે મિત્રો હંમેશા બીજાની મદદ કરવા માટે આગળ આવવું જોઈએ તમારી મદદ સામેના વ્યક્તિ માટે ખૂબ જ જરૂરી હોઇ શકે છે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM