માધુરી દીક્ષિત તેની આ ફિલ્મના શૂટિંગ દરમિયાન થઈ હતી પ્રેગ્નેંટ…., બધા વચ્ચે ભાંડો ફૂટ્યો….

માધુરી દીક્ષિત તેની આ ફિલ્મના શૂટિંગ દરમિયાન થઈ હતી પ્રેગ્નેંટ…., બધા વચ્ચે ભાંડો ફૂટ્યો….

પોતાના અભિનય અને ડાંસના કારણે બોલિવૂડ અભિનેત્રી માધુરી દિક્ષીતે લોકોના દિલમાં ખાસ સ્થાન બનાવી લીધું છે. માધુરી દિક્ષીતે પોતાના સમયના દરેક મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. તેણે ત્રણેય ખાન સાથે પણ સ્ક્રીન શેર કરી છે. તેણે અનેક બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે.

જો કે હવે માધુરી ફિલ્મોથી દૂર છે. જો કે તેમ છતાં તે ચર્ચામાં તો રહે છે. માધુરી ટીવી શોમાં જજ તરીકે જોવા મળે છે અને સાથે જ તે સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ છે. આજે પણ ડાન્સ અને અભિનયમાં તેનો હાથ કોઈ પકડી શકે તેમ નથી.

માધુરીએ ઘણી હીટ ફિલ્મો કરી છે તેના દરેક પાત્રને લોકોએ પ્રેમ આપ્યો છે. 54 વર્ષે પણ માધુરી ફીટ અને સુંદર દેખાય છે. બોલિવૂડમાં ઘણી એવી અભિનેત્રી છે જેણે ગર્ભાવસ્થામાં પણ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમાંથી એક માધુરી પણ છે. માધુરીના અંગત જીવનની વાત તેની એક ફિલ્મના શૂટિંગ સમયે સામે આવી હતી.

માધુરી તેના કરિયરમાં ટોચ પર હતી અને તેણે 1999માં કેલિફોર્નિયાના કાર્ડિયોવેસ્કુલર સર્જન શ્રીરામ નેને સાથે લગ્ન કરી લીધા. તેને સંતાનમાં બે દીકરા છે. મીડિયા રિપોર્ટ અનુસાર વર્ષ 2002માં દેવદાસના શૂટિંગ સમયે માધુરી ગર્ભવતી હતી.

અભિનેત્રીએ ગર્ભાવસ્થામાં ફિલ્મના ગીત માટે શૂટિંગ કર્યું હતું. ગર્ભવતી માધુરીએ નાજુક હાલતમાં પણ ફિલ્મનું શૂટિંગ પુરુ કર્યું હતું. આ વાતથી તેણે કામ પ્રત્યેનું સમર્પણ વ્યક્ત કર્યું હતું. માધુરીના આ ગીતને પંડિત બિરજૂ મહારાજે કોરિયોગ્રાફ કર્યું હતું. તે એક માત્ર એવી અભિનેત્રી છે જેના માટે બિરજૂ મહારાજે ગીત કોરિયોગ્રાફ કર્યું હોય.

માધુરીનો જન્મ 15 મે 1967માં મુંબઈમાં થયો હતો. તેણે બોલિવૂડમાં 1984માં રાજશ્રી પ્રોડકશનની ફિલ્મ અબોધથી એન્ટ્રી કરી હતી. તેણે અત્યાર સુધીમાં 70થી વધારે ફિલ્મોમાં અભિનય કર્યો છે. માધુરી દિક્ષીતના લગ્નમાં દિલીપ કુમારથી લઈ બોલિવૂડના અનેક દિગ્ગજ જોડાયા હતા.

માધુરીને તેના ઉત્તમ અભિનય માટે ચાર વાર ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ અભિનેત્રી, એકવાર ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેત્રી અને એક સ્પેશિયલ એવોર્ડ એનાયત કરાયો છે. માધુરી બોલિવૂડની ઉત્તમ અને સફળ અભિનેત્રી રહી છે. તે આજે પણ લાખો દિલો પર રાજ કરે છે. માધુરી બોલિવૂડમાં 80 અને 90ના દાયકામાં સુપ્રસિદ્ધ કલાકારોની યાદીમાં ટોચ પર આવતી અભિનેત્રી હતી.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM