આ છે ભારતમાં આવેલી, આખી દુનિયાની સૌથી મોટી સ્કૂલ..!, જોવો તે સ્કુલ ના ફોટાઓ..

આ છે ભારતમાં આવેલી, આખી દુનિયાની સૌથી મોટી સ્કૂલ..!, જોવો તે સ્કુલ ના ફોટાઓ..

મોટાભાગના લોકો જાણતા નહીં હોય કે આખી દુનિયામાં સૌથી મોટી શાળા આપણા ભારત દેશમાં આવેલી છે. હા, ભારત દેશમાં સૌથી મોટી શાળા આવેલી છે. આ શાળા ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં સ્થિત છે. તેમાં સુવિધાઓ પણ એકદમ અદ્યતન છે. આવી સ્થિતિમાં આજે અમે તમને આ શાળા સાથે જોડાયેલ કેટલીક રસપ્રદ વાતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

તમને જણાવી દઈએ કે લખનઉમાં આવેલી આ શાળાનું નામ સીટી મોંટેસરી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ શાળામાં 55,000 બાળકો અભ્યાસ કરે છે. જેની દ્વષ્ટિએ આ શાળા દુનિયામાં ખાસ ઓળખ ધરાવે છે.

દુનિયાની આ સૌથી મોટી શાળામાં 55,000 બાળકોના અભ્યાસ માટે આશરે 4500 લોકોનો સ્ટાફ પણ છે, આ સિવાય સમગ્ર લખનઉ શહેરમાં આ શાળાના 18 કેમ્પસ પણ છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે આ શાળાની શરૂઆત વર્ષ 1959માં 5 બાળકોથી કરવામાં આવી હતી, જેના માટે 300 રૂપિયા જેટલું દેવું પણ લેવું પડયું હતું. પંરતુ આજે પોતાના કામને લીધે આ શાળાનું નામ ગિનીઝ બુકમાં સ્થાન ધરાવે છે.

તમને જણાવી દઈએ કે આ શાળાની સૌથી પહેલા શરૂઆત ડો. જગદીશ ગાંધી અને ડો.ભારતી ગાંધી દ્વારા કરવામાં આવી હતી. આ શાળાએ પરિણામની દ્વષ્ટિએ પણ માન્યતા પ્રાપ્ત કરી છે. હા, જ્યારે પણ પરિણામ બહાર પાડવામાં આવે છે, ત્યારે આ શાળાનું નામ ટોપ સ્થાન પર હોય છે.

દુનિયાની સૌથી મોટી આ શાળામાં 2,500 ટીચર નો સ્ટાફ છે, આશરે 3,700 કોમ્પ્યુટર તઘા 1,000 ક્લાસરૂમ છે, જ્યા હજારોની સંખ્યામાં બાળકો અભ્યાસ કરે છે. જો કે બીજી શાળાની જેમ અહીં પણ બાળકોમાં અભ્યાસ સિવાય બીજી સુવિધાઓ માટે સારી એવી ફી ચૂકવવી પડે છે.

આ શાળા ફક્ત અભ્યાસની દ્વષ્ટિએ જ નહીં પંરતુ ઘણી પ્રવુતિઓ માટે જાણીતી છે. અહીં બાળકોને સર્વાંગી વિકાસ માટે પણ કામ કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ કામ માટે શાળાને ઘણા એવોર્ડ પણ મળી ચૂક્યા છે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM