દૂધીનો રસ પીવાથી એક નહીં પણ થાય છે અનેક ફાયદાઓ…, આ ફાયદાઓ કયારેય નહિ સાંભળીયા હોઈ…

દૂધીનો રસ પીવાથી એક નહીં પણ થાય છે અનેક ફાયદાઓ…, આ ફાયદાઓ કયારેય નહિ સાંભળીયા હોઈ…

દૂધી બહારથી લીલી અને અંદરથી સફેદ હોય છે. તેનો સ્વાદ અન્ય શાકથી અલગ હોય છે પરંતુ તે શરીર માટે ખૂબ જ લાભકારી પણ હોય છે. દૂધીનું સેવન કરવાથી શરીરમાં લોહી વધે છે. સાથે જ પેટના વિકાર પણ દૂર થાય છે. દૂધનું સેવન કરવાથી શરીરમાં ઠંડક ઉત્પન્ન થાય છે જે પેશાબનું પ્રમાણ પણ વધારે છે અને શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળે છે.

દૂધીનો પ્રયોગ ઉનાળામાં કરવાથી શરીર માટે લાભકારક છે. તેનું સેવન કરવાથી જૂનો તાવ દૂર થાય છે. તેનું શાક પણ સ્વાદિષ્ટ બને છે. તેનું સેવન કરવાથી હૃદયની ગરમી શાંત થાય છે. દૂધી ખાવી મોટાભાગના લોકોને પસંદ નથી પરંતુ તેનાથી થતા લાભ વિશે જાણીને તમને પણ નવાઈ લાગશે. આ ફાયદા વિશે જાણીને તમે તેનું સેવન કરવાની શરુઆત કરી દેશો.

દૂધીનું સેવન કરવાથી શરીરમાં વિટામીન બી, વિટામીન સી, આયરન અને સોડિયમની ઊણપ દૂર થાય છે. આ જ્યૂસ ઓછી કેલેરીવાળું હોય છે તેથી રોજ 1 કપ દૂધીના જ્યૂસનું સેવન કરવાથી શરીરમાં રહેલી પોષકતત્વોની ઊણપ દૂર થાય છે.

લોહીની ઊણપ હોય તેણે દૂધનું જ્યૂસ નિયમિત પીવું જોઈએ તેમાં ભરપુર પ્રમાણમાં આયરન હોય છે. તે લોહી વધારે છે. દૂધીના જ્યૂસમાં કેલેરી અને ફેટ ઓછા હોય છે તેથી તેનું સેવન એવા લોકો માટે ઉત્તમ છે જેમને વજન ઘટાડવું છે.

જો તમને સનટેનની તકલીફ હોય તો પણ તમે દૂધીના જ્યૂસનું સેવન કરી શકો છો. તેનાથી કુદરતી બ્લીચીંગ થશે અને ટેન કરનાર તત્વ ઘટશે. ખાલી પેટ એક ગ્લાસ દૂધીના જ્યુસનું સેવન કરવાથી તાજગી અને શક્તિનો અનુભવ થશે. જ્યુસમાં 98 ટકા પાણી અને એન્ટીઓક્સીડેંટ હોય છે જે શરીરમાંથી ટોકસીન્સને બહાર કાઢે છે તેને પીવાથી શરીરને ઠંડક રહે છે. જેને કબજિયાતની તકલીફ હોય તેણે સવારે દૂધીનું જ્યુસ પીવાનું રાખવું જોઈએ.

વર્કઆઉટ કર્યા પછી પ્રોટીન શેક પીવાને બદલે એક કપ દૂધીનો જ્યુસ પીવાથી લાભ થાય છે. તેમાં શુગરનું પ્રમાણ હોતું નથી પણ ગ્લાઈકોજીનનું સ્તર વધારે હોય છે તેથી વર્ક આઉટ કર્યા પછી પીવાથી તે શરીરને લાભ કરે છે. તેમાં પ્રોટીન હોય છે જે સ્નાયૂની ક્ષમતા વધારે છે.

જો કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી એક ચેતવણી પણ આપી છે કે દૂધીનો ઉપયોગ કરતાં પહેલા તેનો નાનકડો ટુકડો કરીને તેને ચાખી લેવો જોઈએ. જો તે કડવી લાગે તો તેનો ઉપયોગ કોઈપણ રીતે કરવો નહીં. કારણ કે આવી દૂધ હાનિકારક સાબિત થઈ શકે છે. આ સાથે જ દૂધીના જ્યુસને અન્ય કોઈ વસ્તુ સાથે પણ ઉમેરીને પીવું જોઈએ નહીં. આ ઉપરાંત દૂધીનો રસ પીધા પછી કોઈની તબિયત લથડે કે તેને ઉલટી, બેચેની કે ચક્કર આવે તો તેને સારવાર અર્થે ખસેડવા જોઈએ. કેમ કે દરેકને દૂધી માફક આવતી નથી.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM