ભૂલ થી પણ અંડરગારમેન્ટ્સ ને બીજા કપડાની સાથે ધોવા નહિ…, જાણીલો આ મહત્વ ની જાણકારી..

ભૂલ થી પણ અંડરગારમેન્ટ્સ ને બીજા કપડાની સાથે ધોવા નહિ…, જાણીલો આ મહત્વ ની જાણકારી..

આજના સમયમાં દરેક વ્યક્તિના કબાટમાં ઢગલો કપડા હોય તે સામાન્ય વાત થઈ ગઈ છે. એ સમય ગયો જ્યારે નવા કપડાની ખરીદી દિવાળી પર થતી અને વર્ષ આખું એ કપડા ચાલતા. હવે તો કપડાની ખરીદી વર્ષભર થાય છે અને કબાટમાં અસંખ્ય કપડા હોય છે. આ અસંખ્ય કપડામાં ખૂબ જ મહત્વના હોય છે અંડરગાર્મેન્ટ. જો કે મોડર્ન કપડા પહેરતા લોકો આજે પણ બ્રા, અન્ડરવેર, પેન્ટી વિશે વાત કરતાં સંકોચ અનુભવે છે. આ સંકોચના પરિણામે કેટલીક મહત્વની વાતો પર ધ્યાન અપાતું નથી અને જેના કારણે શરીરમાં તકલીફો થાય છે.

અંદર જે કપડા પહેરવામાં આવે છે તે બહાર પહેરાતા કપડા કરતાં વધારે મહત્વના હોય છે. તેથી જ તેમની સાફ-સફાઈ વિશે વધારે ધ્યાન રાખવું જરૂરી છે. આપણે સૌ નાજુક વસ્તુઓનું ખાસ ધ્યાન રાખીએ છીએ ત્યારે અંદરના કપડા પ્રત્યે બેદરકારી દાખવવી દેતા હોય છે. આ બેદરકારી હોય છે તેની સાફ-સફાઈ માટેની.

મોટાભાગના ઘરમાં એક ભુલ થતી હોય છે જે કપડા ધોતી વખતે ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી હોય છે. કપડા મશીનમાં ધોવાતા હોય છે ત્યારે મોટાભાગે બધા કપડા જેમકે ટીશર્ટ, મોજા, જેકેટની સાથે અંડરવેર પણ ધોવા નાખી દેવામાં આવે છે. આ બધા જ કપડા એક સાથે ધોવાય છે. પરંતુ એ વાત જણાવી દઈએ કે આમ કરવું ન જોઈએ. અંડરવેરને અન્ય કપડા સાથે ધોવા ન જોઈએ.

એક સંશોધન અનુસાર 100માંથી 90 મહિલાઓ અંડરવેરને પણ કપડાની સાથે ધોવે છે. આવું કરવાનું કારણ, સમય, પાણી, સાબુ બચાવવાનું હોય છે. જો કે મશીનના કારણે કપડા ધોવાનું કામ સરળ થઈ ગયું છે પરંતુ તેમાં પણ મહિલાઓ આમ જ કરે છે. જો કે આવું શા માટે ન કરવું તે પણ જાણવું જરૂરી છે.

  • શા માટે અંડરવેર અન્ય કપડાથી અલગ ધોવા જોઈએ ?

1. અંદરના કપડા આપણા શરીરના એ અંગોને સ્પર્શતા હોય છે જ્યાંથી મળ અન મૂત્રનો ત્યાગ કરવામાં આવે છે. તેથી આ કપડામાં જે જમ્સ અને બેક્ટેરીયા હોય છે તે અન્ય કપડામાં લાગી જાય છે.

2. વોશિંગ મશીન 15 ડીગ્રી સેલ્સિયસ પર કપડા ધોતું હોય છે. પરંતુ અંદરના કપડામાં જે બેક્ટેરિયા હોય છે તેને ધોવા માટે ઓછામાં ઓછું તાપમાન 40 ડીગ્રી હોવું જોઈએ. તેથી અંદરના કપડાને બીજા કપડાથી અલગ ધોવા જોઈએ.

3. નાના બાળકો અને વૃદ્ધોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે. તેઓ સંક્રમણ પ્રત્યે વધારે સંવેદનશીલ હોય છે. જો ઘરમાં બાળક કે વૃદ્ધ છે તો અંદરના કપડા અલગ જ ધોવા જોઈએ. કારણ કે તેમને જંતુ લાગી જવાનો ભય રહેલો છે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM