દીકરીએ કાલી-ઘેલી ભાષામાં રડતા રડતા કહ્યું કે :- “પપ્પા અમારા માટે કેટલું કરે છે, સમયસર તેઓ જમતા પણ…, વીડિયો જોઈને તમે પણ ભાવુક થઈ જશો..

દીકરીએ કાલી-ઘેલી ભાષામાં રડતા રડતા કહ્યું કે :- “પપ્પા અમારા માટે કેટલું કરે છે, સમયસર તેઓ જમતા પણ…, વીડિયો જોઈને તમે પણ ભાવુક થઈ જશો..

કહેવાય છે ને કે દીકરીઓ તેના પિતાથી ખૂબ જ નજીક હોય છે અને દીકરીઓને જેટલા લાડ તેમના પિતા કરાવે એટલા દુનિયામાં કોઈ વ્યક્તિ તેને કરાવી શકતા નથી. દીકરી હંમેશા તેના પિતાનો કાળજાનો કટકો બની રહે છે. માત્ર એટલું જ નહીં જે ઘરની અંદર દીકરીની કીલકારી સંભળાય છે તે ઘરની અંદર હંમેશા રોનક બની રહે છે. પિતા પુત્રીના સંબંધનો એક વધુ એક વિડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે

માં લાડલી દીકરી રેડી રેડી ને કાલી ઘેલી ભાષામાં તેમના પિતા પ્રત્યે પોતાનો પ્રેમ નું વર્ણન કરે છે અને તે જોઈને સૌ કોઈ લોકોનું દિલ પીગળી જાય. લોકો જોઈ શકે છે કે એક દીકરી પોતાના પિતાની યાદ કરીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડે છે. બે મિનિટના ચૌદ સેકન્ડ ના આ વિડીયો ની અંદર જ્યારે દીકરી ને માતા પૂછે છે કે કેમ રડે છે?, રડતા જવાબ આપે છે કે મને પપ્પાની ખૂબ જ યાદ આવે છે.

વીડિયોમાં નાની દીકરી કહે છે કે પપ્પા દુકાને જાય છે તો સાંજ સુધી કંઈ પણ જમતા નથી અને આખો દિવસ જમ્યા વગર રહે છે તેમજ મારા પપ્પા આખો દિવસ ફક્ત જમ્યા વગર જ આખો દિવસ પસાર કરે છે અને આખો દિવસ કામ કામને કામ. બાળકી રડતા રડતા વધુમાં જણાવે છે કે પપ્પા અમારા માટે કેટલું કરે છે અને સમયસર જમતા પણ નથી.

દીકરીના રડતી સાંભળીને પણ માતા કહે છે કે તારા પપ્પા દુકાન નો સામાન આપવા માટે ગયા છે. જો એ જમવા બેઠા હોત અને ગ્રાહક નીકળી ગયો હોત તો?, સામાન આપવો પણ જરૂરી છે ને તેના જવાબમાં દીકરી કહે છે કે મમ્મી જમવાનું ખાઈને જાય ને??, શું માણસ જમતો નથી શું?, તો પપ્પા કેમ જમીને ના જાય?, આવું કહીને દીકરી ધ્રુસકે ને ધ્રુસકેે રડે એવા લાગે.

આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે અને લોકો પણ ભાવુક થઈને પિતા પુત્રને આ સંબંધને ખૂબ જ વધારે પસંદ કરી રહ્યા છે અને વીડિયોની અંદર ટ્વિટ કરીને કવિ અને ગીતકાર મનોજે શેર કર્યો છે અને લખ્યું છે કે વિડીયો જોયા પછી દીકરીનો આ જન્મ પર ઢોલ વગાડવાની પરંપરા શરૂ કરો.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM