ટીવી થી કરી હતી કરિયરની શરૂઆત…, આજે છે ફિલ્મી દુનિયાના સૌથી મોટા છે ડાયરેક્ટર.., જાણો કેટલી છે રાજામૌલીની નેટવર્થ

ટીવી થી કરી હતી કરિયરની શરૂઆત…, આજે છે ફિલ્મી દુનિયાના સૌથી મોટા છે ડાયરેક્ટર.., જાણો કેટલી છે રાજામૌલીની નેટવર્થ

ફિલ્મી દુનિયાના સૌથી મોટા ડાયરેક્ટરની યાદીમાં એસએસ રાજામૌલીએ સ્થાન બનાવ્યું છે. તે પોતાની શ્રેષ્ઠ ફિલ્મોના કારણે ઓળખવામાં આવે છે. તેણે બાહુબલી અને બાહુબલી 2 અપાર સફળતા પ્રાપ્ત કરી અને હવે તેની ફિલ્મ આરઆરઆર બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે.

એસએસ રાજામૌલી સાઉથ ઇન્ડસ્ટ્રીના એવા ડાયરેક્ટર છે જેની ફિલ્મો બિગ બજેટ હોવાની સાથે જ ઉત્તમ દ્રશ્ય શાનદાર, અભિનય અને દરેક પાત્ર સાથે કહાનીને પરદા ઉપર ઉત્કૃષ્ટ રીતે દેખાડે છે. આ જ કારણ છે કે એસએસ રાજામૌલીની ફિલ્મ ની વાત આવે તો ફિલ્મ ચાહકોમાં ગજબનો ઉત્સાહ જોવા મળે છે.

ખૂબ ઓછા લોકો જાણે છે કે રાજામૌલીએ પોતાની કારકિર્દીની શરૂઆત આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કરી હતી. પરંતુ આજે તે ફિલ્મી દુનિયા નું સૌથી મોટું નામ છે અને અમીરીની બાબતમાં પણ તે કોઈ થી કમ નથી. આજે તમને રાજામૌલી સાથે જોડાયેલી કેટલીક અજાણી વાતો વિશે જણાવીએ.

જણાવી દઈએ કે રાજામૌલી નું પૂરું નામ કોદ્દુરુ શ્રીશૈલા શ્રી રાજામૌલી છે. રાજામૌલી સાઉથ ઇન્ડસ્ટ્રીના એવા પ્રખ્યાત નિર્દેશક છે જે પોતાની ફિલ્મની વાર્તાને લોકો સુધી સુંદર અંદાજમાં પહોંચાડે છે. તેનો ઉદ્દેશ ના કારણે જ ફેન્સને તેમની કલાકારી પણ ખૂબ જ ગમે છે.

એટલું જ નહીં રાજામૌલીની ફિલ્મમાં કામ કરનાર કલાકાર પણ સુપરસ્ટાર બની જાય છે અને પછી તેની પાસે ફિલ્મોની લાઈનો લાગી જાય છે. રાજામૌલીએ પોતાની કારકિર્દીની શરૂઆત ટીવી ઈન્ડસ્ટ્રીથી કરી હતી. તેમણે સૌથી પહેલાં ટીવી પર રાઘવેન્દ્ર રાવ સાથે ટીવી શો ડાયરેક્ટ કર્યા હતા. ત્યાર પછી તેને ટીવી સીરિયલ સંથી નિવાસનનું નિર્દેશન કર્યું હતું.

એસએસ રાજામૌલીએ ફિલ્મ ડાયરેક્ટર તરીકે વર્ષ 2001માં પોતાનું કાર્ય શરૂ કર્યું. તેણે પહેલી ફિલ્મ સ્ટુડન્ટ નંબર વન. જેમાં મુખ્ય પાત્રમાં જુનિયર એનટીઆર જોવા મળ્યો હતો. ત્યાર પછી રાજામૌલીએ ઘણી ફિલ્મો નિર્દેશન કર્યું. પરંતુ વર્ષ 2011માં આવેલી ફિલ્મ સિરુંથાઈ થી તેને જબરદસ્ત સફળતા મળી. ત્યાર પછી તેણે ઘણી ફિલ્મોનું નિર્માણ કર્યું. વર્ષ 2015માં રિલીઝ થયેલી ફિલ્મ બાહુબલીએ દુનિયાભરમાં સફળતા પ્રાપ્ત કરી અને તેનાથી રાજામોલીનું નામ પણ ચમકી ગયું.

જે રીતે રાજામૌલીની ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણી કરે છે તેને જોઈને અંદાજ આવી જાય કે એસ રાજામૌલી પાસે પણ અઢળક સંપત્તિ હશે. રાજામૌલી હૈદરાબાદમાં રહે છે અને અહીં બંજારા હિલ્સ માં તેમનું આલિશાન ઘર છે. આ બંગલો તેણે 2008માં ખરીદ્યો હતો. આ સિવાય રાજામૌલી પાસે દેશભરમાં ઘણી જગ્યાએ રિયલ એસ્ટેટ સંપત્તિ છે.

રાજામૌલી પાસે ભારતમાં તો આલિશાન બંગલા છે જ પરંતુ વિદેશમાં પણ તેની સંપત્તિ છે. રાજામૌલી ખરેખર રાજા જેવી જિંદગી જીવે છે. તેની પાસે દુનિયાની મોંઘી બ્રાન્ડની ઘણી લક્ઝુરિયસ ગાડીઓ છે. જેમાં રેન્જ રોવર જેવી કાર નો સમાવેશ થાય છે જેની કિંમત એકથી દોઢ કરોડ રૂપિયા છે.

રાજામૌલીની ફિલ્મો મોટા બજેટની હોય છે. પરંતુ આ ફિલ્મો રિલીઝ થાય પછી તેમની કમાણી પણ અઢલક હોય છે. દર વર્ષે રાજામૌલી 13 કરોડ રૂપિયાની કમાણી કરે છે પરંતુ વર્ષ 2022 ની રિપોર્ટ અનુસાર તેને 24 કરોડ રૂપિયાની કમાણી કરી છે. રાજામૌલી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ ડાયરેક્ટર છે.

રાજામૌલી પાસે 20 મિલિયન ડોલરની સંપત્તિ છે ભારત ની કરન્સી અનુસાર તે 148 કરોડથી વધારેની સંપત્તિ ધરાવે છે. રાજામૌલીએ તેના ઘરમાં મગધીરા, છત્રપતિ, સાઈ, મર્યાદા રામન્ના જેવી ફિલ્મો બનાવી છે જે મોટા ભાગની સુપરહિટ સાબિત થઈ છે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM