ઝુંપડીમાં રહેતી બાળકીએ “નાચ મેરી રાની” ગીત પર કર્યો જોરદાર ડાન્સ…, વિડીયો જોઈને લોકોએ કહ્યું :- નાની નોરા ફતેહી

આપણા દેશમાં ટેલેન્ટ ની કોઈ ખામી નથી અહીં તમને દરેક ગલી અને નાકા પર કલાકાર લોકો મળી જાય છે. બાળકોથી લઈને વૃદ્ધ સુધી દરેક વ્યક્તિમાં કોઈને કોઈ કલા છુપાયેલી હોય છે. હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી આ બાળકીને જ જોઈ લો. તે ઝુપડપટ્ટીમાં રહે છે પરંતુ તેની અંદર ડાન્સની એવી કલા છે જેને જોઈને લોકો પણ સ્તબ્ધ થઈ ગયા છે.
આ બાળકી પ્રખ્યાત ગાયક ગુરુ રંધાવા ની ફેન છે. સાથે જ તે જોરદાર ડાન્સર પણ છે. તેણે આ વીડિયોમાં ગુરુ રંધાવા ના ગીત નાચ મેરી રાની ઉપર ડાન્સ કર્યો છે. આ ડાન્સ જોઈને તેની લોકો જુનિયર નોરા ફતેહી કરી રહ્યા છે.
આ વીડિયોમાં બાળકી ગુરુ રંધાવા અને નોરા ફતેહી ના ગીત નાચ મેરી રાની ઉપર ડાન્સ કરી રહી છે. આ ગીત સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર લોકો આ ગીત પર ડાન્સ કરીને વીડિયો શેર કરી રહ્યા છે.
આ ગીત ઉપર રિલ્સ પણ મોટા પ્રમાણમાં બન્યા છે. તારી વાત છે ઝુંપડી માં રહેતી એક બાળકીનો ડાન્સ પણ સોશિયલ મીડિયા પર છવાઇ ગયો છે. શાળામાં ભણતી આ બાળકીએ ગુરુ રંધાવા અને નોરા ફતેહી ના ગીત ઉપર ડાન્સ કર્યો છે.
આ બાળકીના જબરદસ્ત ડાન્સ મૂવસ જોઈને લોકો તેના સતત વખાણ કરી રહ્યા છે. જોકે તે જે જગ્યાએ ડાન્સ કરી રહી છે તે વિસ્તાર ઝુપડપટ્ટી જેવો લાગે છે તેના પરથી અંદાજ લગાવી શકાય કે આ ટેલેન્ટેડ બાળકી ગરીબ ઘરની હશે. પરંતુ તેની અંદર જોરદાર ટેલેન્ટ છે અને ડાન્સ કરવાની ધગશ પણ છે તેથી તે ડાન્સ કરવાનો પ્રયત્ન કરે છે.
આ બાળકી નો ડાન્સ વીડિયો વાયરલ થતાં થતાં ગાયક ગુરુ રંધાવા પાસે પહોંચ્યો હતો તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ બાળકી નો વિડીયો શેર કર્યો હતો અને તેને થેંક્યુ કહ્યું હતું. ગુરુ રંધાવા એ વિડિયો શેર કર્યા પછી આ બાળકી વધારે પ્રખ્યાત થઈ ગઈ હવે લોકો તેનો ડાન્સ વારંવાર જોઈ રહ્યા છે.
આ વીડિયો વાયરલ થયા પછી એવો અંદાજ પણ લગાવવામાં આવી રહ્યું છે કે કદાચ નોરા ફતેહીએ પણ આ બાળકીનો ડાન્સ જરૂર જોયો હશે. વિડીયો વાયરલ થયા પછી સોશિયલ મીડિયા યુઝર્સ આ બાળકીને છોટી નોરા ફતેહી કહીને બોલાવી રહ્યા છે. એક વ્યક્તિ એવું પણ લખ્યું છે કે બાળકીએ સરસ ડાન્સ કર્યો.
View this post on Instagram
અન્ય એક વ્યક્તિએ લખ્યું છે કે દેશના ગરીબ લોકોને પણ પોતાનું ટેલેન્ટ દેખાડવાની તક મળવી જોઈએ. અન્ય એક વ્યક્તિએ લખ્યું છે કે આ બાળકી મોટી થઈને શ્રેષ્ઠ ડાન્સર બની શકે છે પણ જરૂરી છે કે તેને યોગ્ય માર્ગદર્શન મળે.
તમે આ લેખ “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.