દાંત ઉપર થી માવો, તમ્બાકુ, ગુટકાના ડાઘ આ રીતે કરો દુર…, કરો આ દેશી ઉપાય.., મળશે ફાયદો

દાંત ઉપર થી માવો, તમ્બાકુ, ગુટકાના ડાઘ આ રીતે કરો દુર…, કરો આ દેશી ઉપાય.., મળશે ફાયદો

ચહેરાની સુંદરતા માટે દાંત સફેદ અને ચમકતા હોય તે જરુરી છે. જો દાંત પીળા અને ડાઘા વાળા હોય તો ચહેરાની સુંદરતાને પણ દાગ લાગી જાય છે. ખાસ કરીને જે લોકો માવો તમાકુ કે ગુટકા ખાતા હોય છે તેમના દાંત ખૂબ જ ખરાબ થઈ જતા હોય છે. આ પ્રકારની વસ્તુઓનો મેલ જ્યારે દાંત ઉપર જામે છે જો દાંતમાં બેક્ટેરિયા થઈ જવાની ચિંતા પણ વધી જાય છે. અને જો બેક્ટેરિયા થઈ જાય તો તે ખોરાક ના માધ્યમથી પેટમાં પહોંચી શકે છે. તેથી જરૂરી છે કે સમયસર દાંત પર પડેલા ડાઘાને દૂર કરી દેવામાં આવે.

દાંતની સફાઈ નિયમિત ન થતી હોય ખોરાક દાંતમાં ફસાયેલા રહેતો હોય તો પણ દાંત માં ડાઘા અને સરળ થઈ જાય છે પરંતુ મોટાભાગે તો તમાકુ જેવું વ્યસન ધરાવતા લોકોને દાંતમાં ડાઘાની ચિંતા વધુ સતાવતો હોય છે ત્યારે આજે તમને એવા ઉપાય જણાવીએ જેનો ઉપયોગ કરીને તમે દાંત ઉપરથી જામેલા કાળા ડાઘા ને અને મેલ ને તુરંત સાફ કરી શકો છો.

1. દાંતનો મેલ સાફ કરવા માટે સૌથી વધારે જરૂરી તો છે કે તમે દિવસમાં બે વખત બ્રશ જરૂરથી કરો. અને બ્રશ કર્યા પછી mouthwash નો ઉપયોગ કરો. આમ કરવાથી દાંતમાં ફસાયેલા ખોરાક નીકળી જશે અને દાંત ઉપર ડાઘા પડશે નહીં.

2. ભોજન બનાવવામાં ઉપયોગમાં લેવાતા બેકિંગ સોડાથી પણ દાંત ના ડાઘ દૂર કરી શકાય છે રોજ બ્રશ કર્યા પછી પોતાના દાંત ઉપર થોડો બેકિંગ સોડા ઘસો. જેનાથી તમારા દાંત ચમકવા લાગશે.

3. નિયમિત રીતે ગાજરનું સેવન કરવાથી પણ દાંતનો મેલ દૂર થાય છે. ગાજરમાં રહેલા રેષા ખાવાથી દાંતની સારી રીતે સફાઈ થાય છે. તેનાથી દાંત પર ડાઘ થતા નથી. તમારે પણ ચમકતા દાંત જોતા હોય તો ગાજરનું સેવન કરવાનું શરૂ કરી દો.

4. તમાકુ ખાવાના કારણે પીળા પડેલા દાંતને સફેદ કરવા માટે હળદરનો ઉપયોગ પણ કરી શકાય છે હળદરમાં સરસિયાનું તેલ અને મીઠું ઉમેરીને એક પેસ્ટ બનાવો અને રોજ સવારે તેનાથી દાંત સાફ કરો આમ કરવાથી દાંતની પીળાશ દૂર થશે.

5. દાંતને સ્વાસ્થ્યને બરાબર રાખવા માટે તમાકુનું સેવન આજથી જ બંધ કરી દો. માવા, તમાકુ, ગુટકા ખાવાથી કેન્સર અને ફેફસાની અન્ય બીમારીઓ થઈ શકે છે. તેનાથી તમારા દાંત ની ચમક આવી શકે છે. આજે થી જ નિર્ણય લેવી કે તંબાકુ જે લોકો ખાતા હશે તે આજ થી છોડી દેશે, અને બીજા લોકો ને ખાતા પણ અટકાવીશું..

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM