ઉકળતા દૂધ ને.. વાસણ માંથી બહાર આવતા રોકવા માટે કરો આ દેશી જુગાડ…., આ જોરદાર જુગાડ ને અત્યાર સુધી 10 લાખ લોકો એ જોઈ ચુક્યા છે…

ઉકળતા દૂધ ને.. વાસણ માંથી બહાર આવતા રોકવા માટે કરો આ દેશી જુગાડ…., આ જોરદાર જુગાડ ને અત્યાર સુધી 10 લાખ લોકો એ જોઈ ચુક્યા છે…

રસોડામાં કામ કરતી વખતે અથવા તો ઘરમાં કામ કરવા માટે આપણે ઘણી ટીપ્સ અને ટ્રિક્સની મદદ લેતા હોય છે. આ ટીપ્સની મદદથી આપણા રોજના કામ સરળ થઈ જાય છે. ખાસ કરીને રસોડાની વાત આવે તો તે મહિલાઓ રોજ બરોજના કામમાં આવી ઘણી ટીપ્સ ફોલો કરતી હોય છે જે તેના કામને ખૂબ સરળ બનાવી દે છે.

આવું જ એક કામ હોય છે દૂધ ગરમ કરવાનું. આ કામ પર જો ધ્યાન આપવામાં ન આવે તો રસોડાના કામમાં વધારો થઈ જાય છે. દૂધ ગરમ કરવા મુક્યું હોય અને જો થોડીવાર માટે પણ ધ્યાન હટે તો દૂધ ઉભરાઈ જાય છે. તેનાથી દૂધની બરબાદી તો થાય જ છે સાથે જ ગેસ, પ્લેટફોર્મ પણ ખરાબ થાય છે. જેના કારણે કામ વધી જાય છે અને સમય પણ વધારે બરબાદ થાય છે.

આ પોસ્ટના માધ્યમથી આ યુનિવર્સલ સમસ્યાનો ઉપાય તમને મળી જશે. આ જુગાડ એવો છે જે તમારી દૂધ ઊભરાવાની સમસ્યાનો અંત લાવી દેશે. તો ચાલો જાણીએ આ ખાસ ટ્રીક વિશે.

ઘરનું રસોડું સાફ હોય તો જ સારું લાગે છે. માન્યતા એવી પણ છે કે રસોડું સ્વચ્છ હોય ત્યાં જ ધનની દેવી લક્ષ્મીનો વાસ થાય છે. આ ઉપરાંત રસોડામાં સ્વચ્છતા હોય તો રસોઈ કરવામાં પણ મજા આવે છે. તેવામાં જો સાફ રસોડામાં દૂધ ઉભરાઈ જાય તો પછી બધી જ મહેનત પર પણ પાણી ફરી વળે છે. આ તકલીફનો અંત લાવતો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર છવાયેલો છે.

ઘરમાં દાદીમાના નુસખા તો દરેક વ્યક્તિ અજમાવતી જ હોય છે. આવો જ એક નુસખો આ વીડિયોમાં દૂધ માટે વાપરવામાં આવ્યો છે. આ જુગાડ એવો જોરદાર છે કે તમારી ચિંતા પળવારમાં દૂર થઈ જશે અને ખાસ વાત એ છે કે તમારે તેના માટે કોઈ ઉપકરણની જરૂર પણ પડશે નહીં.

દૂધ ઉકાળવા મુકો ત્યારે તેના પર તમારે એક લાકડાનો ચમચો મુકી દેવાનો છે. આમ કરશો તો દૂધ ઉકળતું રહેશે પણ તપેલીમાંથી બહાર આવશે નહીં. આ વાત પર વિશ્વાસ કદાચ ન આવે તો તેના માટે એક યુઝરે તેનો વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે દૂધની તપેલી પર લાકડાનો ચમચો મુકી દેવાથી દૂધ ઉભરાતું નથી. આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને લાઈક કરી તેના પર કોમેન્ટ પણ કરી રહ્યા છે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM