જાણો શા માટે લાલ, વાદળી અને લીલા રંગના હોય છે ટ્રેનના ડબ્બા.., દરેક રંગનો હોય છે આ ખાસ મતલબ

જાણો શા માટે લાલ, વાદળી અને લીલા રંગના હોય છે ટ્રેનના ડબ્બા.., દરેક રંગનો હોય છે આ ખાસ મતલબ

ભારતીય રેલવે ભારતમાં પ્રવાસ નું મુખ્ય સાધન છે. ટ્રેનના કારણે ભારતનો વિકાસ ઝડપથી થયો છે. ટ્રેન ના કારણે ઘણા લોકો લાંબા અંતરની યાત્રા પણ સરળતાથી કરી શકે છે. ટ્રેન ની યાત્રા સુવિધાજનક અને આરામદાયક હોય છે. મહાનગરો થી લઈને ગામડા વચ્ચે દોડતી ટ્રેન ભારતીય જન જીવનનો મહત્વનો ભાગ છે.

તમે પણ ટ્રેનમાં મુસાફરી અચૂક કરી હશે. પરંતુ તેમ છતાં કેટલાક લોકોની જેમ તમે પણ એ વાતથી અજાણ હશો કે ટ્રેનના ડબ્બા નો રંગ ખાસ પ્રકારનો શા માટે હોય છે. ભારતીય રેલવે દુનિયાનું ચોથા ક્રમનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે. જેમાં રોજ લાખોની સંખ્યામાં લોકો મુસાફરી કરે છે. જો તમે પણ ટ્રેનમાં મુસાફરી કરી હશે તો તમને ખબર હશે કે ટ્રેનમાં અલગ અલગ પ્રકારની ઘણી બોગી હોય છે.

જેમાં એસી કોચ, સ્લીપર કોચ અને જનરલ કોચ નો સમાવેશ થાય છે. ટ્રેનમાં ત્રણ રંગના ડબ્બા પણ જોવા મળે છે. જેમાં લાલ, બ્લુ અને લીલા રંગનો સમાવેશ થાય છે. જોકે મોટાભાગના લોકોને આ રંગ નો અર્થ શું હોય છે તે ખબર નથી હોતી.

કદાચ તમને પણ આ વાતની જાણ નહીં હોય. એન્જિન સાથે લગાડેલા લાલ રંગના કોચને લિંક હફમેન બુશ કહેવાય છે. આ કોચ જર્મનીથી વર્ષ 2000માં ભારતમાં લાવવામાં આવ્યા હતા. પરંતુ હવે તેને પંજાબના કપૂરથલામાં જ બનાવવામાં આવે છે. તેની ખાસિયત ની વાત કરીએ તો આ કોચ એલ્યુમિનિયમથી બનેલા હોય છે જેના કારણે તે વજનમાં હળવાં હોય છે.

આ કોચમાં ડિસ્ક બ્રેક નો ઉપયોગ થાય છે. તેની સ્પીડ ની મર્યાદા 200 કિલોમીટર પ્રતિ કલાક હોય છે. તમને જણાવી દઈએ કે તેનો પ્રયોગ રાજધાની અને શતાબ્દી જેવી ટ્રેનમાં થાય છે. જોકે હવે સરકાર બધી જ ટ્રેનમાં આવા કોચ લગાડવાનું પ્લાનિંગ કરી રહી છે.

મોટાભાગની ટ્રેનો રંગ બ્લુ કલરનો હોય છે. બ્લુ કોચને integral coach કહેવાય છે. તે લોઢા થી બનેલા હોય છે અને તેમાં એર બ્રેકનો ઉપયોગ કરવામાં આવે છે. તેનું નિર્માણ ચેન્નઈમાં થાય છે.

લીલા રંગના કોચ હોય તેવી ટ્રેન પણ તમે ઘણીવાર જોઇ હશે. આ ટ્રેનને ગરીબ રથ કહેવાય છે. ગરીબ રથ ટ્રેન માં લીલા કોચ નો ઉપયોગ થાય છે. જ્યારે મીટરગેજ ટ્રેનમાં ભૂરા રંગના કોચ નો ઉપયોગ થાય છે. બીલીમોરા વાઘાઈ પેસેન્જર એક નેરોગેજ ટ્રેન છે જેમાં લીલા કોચ નો ઉપયોગ થાય છે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM