ફોટોમાં દેખાતી નાનકડી બાળકી આજે છે સુપર સ્ટાર.., શું તમે ઓળખી શક્યા..!!

ફોટોમાં દેખાતી નાનકડી બાળકી આજે છે સુપર સ્ટાર.., શું તમે ઓળખી શક્યા..!!

મનોરંજન જગત સાથે જોડાયેલા ઘણા સેલિબ્રિટી સોશ્યલ મીડિયા પર એક્ટિવ રહે છે. પોતાના ફેન્સ સાથે પોતાના ફોટો શેર કરતા રહેશે. કેટલાક કલાકારો ની તો સોશિયલ મીડિયા પર ફેન ફોલોઈંગ ખૂબ જ મોટી છે. તેમની તસવીરો જોતજોતામાં વાઇરલ થઇ જાય છે..

કેટલીક વખત કોઈ સેલીબ્રીટી પોતાની એવી તસવીર શેર કરે છે જેને ઓળખવી પણ મુશ્કેલ થઈ જાય છે. તાજેતરમાં જ બોલિવૂડની પ્રખ્યાત અદાકારા એ પોતાની એક તસવીર શેર કરી જે વાયરલ થઈ છે. આ તસવીરને જોઈને ફ્રેન્ડસ પણ ઓળખી શકતા નથી કે આ અભિનેત્રી કોણ છે. સોશિયલ મીડિયા યુઝર્સ પણ તસવીરમાં દેખાતી બાળકીને ઓળખવાનો પ્રયત્ન કરે છે પરંતુ તેમના પ્રયત્નો નિષ્ફળ જાય છે.

પહેલી તસ્વીરમાં તમે જોઈ શકો છો કે બાળકી પોતાના હાથથી એક મહિલાને કેક ખવડાવે છે. આભાર તસવીરમાં તમે લોકો જોઈ શકો છો કે બાળકીએ લાલ સ્કર્ટને અને ગ્રે ટોપ પહેરેલું છે અને બાળકીએ પોની બનાવી છે. બેડ ઉપર એક કેક રાખેલું છે અને તેની બાજુમાં એક મહિલા બેઠી છે. બાળકી પ્રેમથી બાજુમાં બેસેલી મહિલાને કેક ખવડાવે છે.

સોશિયલ મીડિયા પર જે બાળકી ની તસ્વીર વાઇરલ થઇ છે તેમાં પહેલી તસ્વીરમાં બાળકી કેક ખવડાવે છે અને બીજી તસવીરમાં એક બાળક અને બે મહિલા સાથે આ બાળકી જોવા મળે છે. બાળકી ખૂબ જ સ્ટાઇલિશ રીતે કેમેરાને પોઝ આપે છે.

સોશિયલ મીડિયા પર બંને તસવીર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. દરેક વ્યક્તિના મનમાં એક જ પ્રશ્ન છે કે આ બાળકી કોણ છે. તમે આ તસવીર જોઈને ઓળખી શક્યા કે આ બાળકી કોણ છે ? જો તમે પણ ઓળખી ન શક્યા હોય તો જણાવી દઈએ કે આ બાળકી અન્ય કોઈ નહીં પરંતુ બોલિવૂડની દેશી ગર્લ તરીકે પ્રખ્યાત પ્રિયંકા ચોપડા છે. પ્રિયંકા ચોપડા તેની માતા મધુ ચોપડા અને નાની સાથે જોવા મળે છે.

પ્રિયંકા ચોપડાએ આ બંને તસવીર તેના સોશિયલ મીડિયા instagram પર થી શેર કરી છે. સાથે તેણે કેપ્શન માં લખ્યું છે જ્યારે હું છ વર્ષની હતી ત્યારે મારી નાની નો જન્મદિવસ મનાવ્યો હતો. તેમણે મને મોટી કરી કારણ કે મારી માતા અને પિતા મેડિકલના અભ્યાસ અને કરિયર વચ્ચે બેલેન્સ કરી રહ્યા હતા.

આ મારા જીવનનો ખૂબ જ મહત્વનો ભાગ છે. હું નસીબદાર છું કે મારા જીવનમાં આટલા મજબૂત લોકો છે. હું બધાની આભારી છું તમને હંમેશાં યાદ કરું છું નાની. નોટ- પહેલી તસ્વીરમાં તોફાની લાગી રહી છું ને ?

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM