CCTVમાં કેદ થયો ભૂતિયા કુતરો, તે જોઈ ને ધ્રુજી ગયો ઘર નો માલિક.., પછી ઘરના માલિકે…

CCTVમાં કેદ થયો ભૂતિયા કુતરો, તે જોઈ ને ધ્રુજી ગયો ઘર નો માલિક.., પછી ઘરના માલિકે…

ભૂત હોવા અને ન હોવા એ મુદ્દા વર્ષોથી ચર્ચાનો વિષય છે. ભૂત સંબંધિત કેટલાક પ્રશ્નોનો જવાબ આજ સુધી મળી શક્યો નથી. જેમકે ભૂત સાચે હોય છે કે નહીં, ભૂતને નરી આંખે જોઈ શકાય કે નહીં… આ વાતો પર લોકો પોતાના અનુભવ અને માન્યતા પ્રમાણે તર્ક આપતા હોય છે. ઘણા લોકો માનતા હોય છે કે આપણી વચ્ચે એવી અલૌકિક શક્તિઓ હોય છે અને કેટલાક લોકો માને છે કે ભૂત જેવું કંઈ નથી હોતું. સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દો છવાય જાય છે જ્યારે કોઈ એવો વીડિયો સામે આવે છે.

હાલ પણ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો જોઈ ભલભલાં લોકોના હોશ ઉડી રહ્યા છે. આ વીડિયોમાં એક પારદર્શી કુતરો જોવા મળે છે. આ કુતરાને લોકો ભૂત પણ કહી રહ્યા છે. એક વ્યક્તિએ દાવો કર્યો છે કે તેણે પોતાના ઘરના આંગણામાં લગાવેલા સીસીટીવી કેમેરામાં એક ભૂતિયા કુતરાના કેપ્ચર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક સાચો કુતરો એક પારદર્શી કુતરા સાથે રમી રહ્યો છે.

આ વીડિયો ઓસ્ટ્રેલિયાના મેલબર્નનો છે. આ વીડિયોમાં જે કુતરો દેખાય છે તે ભૂત હોવાનો દાવો મેલબર્ન ડેક ડીમાર્કો નામના વ્યક્તિએ કર્યો છે. વ્યક્તિનું કહેવું છે કે તેણે પોતાના ઘરના ગાર્ડનમાં પોતાના પાલતૂ કુતરા સાથે એક ભૂત કુતરાને જોયો હતો. આ ભૂત કુતરો તેના સીસીટીવીમાં પણ કેદ થયો છે. આ ઘટનાથી તે ખૂબ જ ડરી ગયો હતો.

આ વ્યક્તિએ તેના ગાર્ડનની ફેસિંગ ઊંચી કરાવી છે જેથી કોઈ બહારના પ્રાણી ત્યાં આવી ન જાય. તેણે પોતાના સીસીટીવી કેમેરામાં બીજા કુતરાને જોઈને તે બહાર ગયો પરંતુ ત્યાં બીજો કુતરો ન હતો.

પરંતુ જ્યારથી સીસીટીવી ફૂટેજ ધ્યાનથી જોવામાં આવ્યા તો ખબર પડી કે પાલતૂ કુતરા પાછળ અન્ય એક કુતરો પાછળ ભાગી રહ્યો છે. પરંતુ આ કુતરો સાચે દેખાવમાં પારદર્શી લાગતો હતો. વીડિયોમાં તેની આંખો પણ ચમકતી દેખાય છે.

આ વીડિયો વાયરલ થતા લોકો તેમની પ્રતિક્રિયા તેના પર આપી રહ્યા છે. કોઈએ કહ્યું કે, સાચે જ આ ડર લાગે તેવું છે. જો હું તમારી જગ્યાએ હોત તો ઘર ખાલી કરી દીધું હોત. બીજાએ લખ્યું છે કે, આજ સુધી ફક્ત સાંભળ્યું હતું કે કુતરા ભૂતને જોઈ શકે છે.

આજે જોઈપણ લીધું. જો કે કેટલાક લોકોએ આ વીડિયો જોઈને એમ પણ કહ્યું છે કે આ ભૂત નથી સાચો કુતરો જ છે. કુતરાનો રંગ સફેદ છે તેથી તે પારદર્શી લાગે છે. રાત્રિના અંધારામાં તે કેમેરામાં બરાબર કેદ થઈ શક્યો નથી.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM