ગરમા ગરમ ઉકળતા તેલમાં હાથ નાખીને પકોડા તળાવ વાળા કાકાનો તો ભાંડો ફૂટી ગયો..! કાકાએ કહ્યું કે ગરમાગરમ તેલમાં હાથ નાખવો કોઈ ચમત્કાર નથી પરંતુ…

મિત્રો આપણે સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ સાંભળતા હશો. આજના સ્પર્ધાત્મક જમાનામાં આપણા દેશના લોકો પોતાના ધંધાને આગળ વધારવા માટે નતનવી ટેકનીકનો ઉપયોગ કરતા હોય છે અથવા તો કંઈક ને કંઈક આખા ગામ કરતાં અલગ કરતા હોય છે. ખાસ કરીને આપણા દેશમાં ખાણી પીણીની વસ્તુમાં કોમ્પિટિશન ખૂબ જ વધી જાય છે.
આવી કોમ્પિટિશનમાં પોતાની ખાણીપીણીનો ધંધો આગળ વધારવા અને લોકોની વચ્ચે ફેમસ બનાવવા માટે લોકો અલગ અલગ ટેકનીક નો ઉપયોગ કરતા હોય છે. ત્યારે આજે આપણે એક એવી અનોખી ટેકનીક વિશે વાત કરવાના છીએ જે ટેકનીકનો ઉપયોગ કરીને અનેક લોકોએ પોતાનો ધંધો આગળ વધાર્યો છે.
મિત્રો તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા વિડીયો જોયા હશે જેમાં દુકાનદાર ગરમા ગરમ તેલમાં હાથ નાખીને ભજીયા અથવા તો પકોડા તળતા હોય છે. આ અનોખી સ્ટાઇલ ને જોવા માટે હંમેશા દુકાન ઉપર મોટી ભીડ જોવા મળતી હોય છે. મિત્રો તમને જણાવી દઈએ કે ગરમાગરમ તેલમાં હાથ નાખીને પકોડા તળવા એ કોઈ જાદુ કે કોઈ દિવ્ય શક્તિ નથી.
પરંતુ તેની પાછળ એક વિજ્ઞાન જોડાયેલું છે. આ ટેકનીક કોઈપણ વ્યક્તિ આસાનીથી અપનાવી શકે છે. તો ચાલો આ ટેકનિક વિશે વિગતવાર વાત કરીએ. ગરમા ગરમ તેલ માંથી પકોડા બહાર કાઢવાની ટેક્નિકને Leidenfrost ટેકનિક તરીકે ઓળખવામાં આવે છે. આ ટેકનિકનો ઉપયોગ એક સામાન્ય માણસ પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર કરી શકે છે.
આ ટેકનીકનો ઉપયોગ કરવા માટે સૌપ્રથમ ઠંડા પાણીમાં પોતાના હાથ ડૂબાડવાના હોય છે. ત્યારબાદ હાથને ગરમાગરમ તેલમાં નાખવામાં આવે છે. આ કારણસર હાથની આજુબાજુ રહેલી તેલ વરાળમાં પરિવર્તિત થઈ જાય છે. જેથી તે વરાળ આજુબાજુ રહેલા તેલને પોતાના સંપર્કમાં આવવા દેતી નથી. જેના કારણે વ્યક્તિના હાથ પર કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચતું નથી.
પરંતુ તમને જણાવી દઈએ કે તેલમાં હાથ નાખીને ટૂંક જ સમયમાં હાથ બહાર કાઢવાનો હોય છે. આ ટેકનિકનો ઉપયોગ કરીને ઘણા લોકોએ પોતાનો ધંધો આગળ વધાર્યો છે. એક ચેતવણી છે કે કોઈ પણ પ્રકારની જાણકારી મેળવ્યા વગર અથવા તો એક્સપર્ટ વગર આ પ્રકારની ટેકનિકનો ઉપયોગ ઘરે ન કરશો. અને જો આ ટેકનિકનો તમે ઉપયોગ કરો છો તો યોગ્ય સાવધાની લેવી.
તમે આ લેખ “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.