ખુબ જ વૈભવી મહેલમાં રહે છે બ્રુનેઇના સુલતાન.., 7000 લક્ઝરી ગાડીઓ, મહેલ જોઈ ને ચક્કર આવશે….

ખુબ જ વૈભવી મહેલમાં રહે છે બ્રુનેઇના સુલતાન.., 7000 લક્ઝરી ગાડીઓ, મહેલ જોઈ ને ચક્કર આવશે….

આપણો ભારત દેશ સ્વતંત્ર થઈ ગયો છે અને હવે કેન્દ્ર સરકાર સમગ્ર દેશનું સંચાલન કરે છે. વળી ભારત દેશને લોકશાહી દેશ તરીકે ઓળખવામાં આવે છે. જોકે આઝાદી પહેલા સમગ્ર ભારતમાં રાજાઓનું શાસન ચાલતું હતું પંરતુ હવે બધું બદલાઈ ગયું છે. જોકે હજી પણ ઘણા એવા દેશો છે, જ્યાં રાજાશાહી છે. આવો જ એક દેશ બ્રુનેઇ છે અને ત્યાં સુલતાન હસનલ બોલકિયાનું રાજ ચાલે છે.

તમને જણાવી દઈએ કે બ્રુનેઇ ના સુલતાનને દેશના સૌથી અમીર વ્યક્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે. વળી વર્ષ 1980 સુધી તેઓ સમગ્ર વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ હતા. જો આપણે તેમની સંપત્તિ વિશે વાત કરીએ તો તેઓ 14,700 કરોડ રૂપિયાની માલિકી ધરાવે છે. આ સાથે તેમના કમાણીના મુખ્ય સંસાધન તેલ અને પાકૃતિક ગેસ હોવાનું માનવામાં આવે છે.

તમારી માહિતી માટે કહી દઈએ કે સુલતાન જે મહેલમાં રહે છે, તે સોનાથી જડેલ છે. જેની રચના વર્ષ 1984માં કરવામાં આવી હતી. તમને કહી દઈએ કે આ મહેલ 20 લાખ વર્ગ ફૂટમાં ફેલાયેલ છે અને ત્યાં એશોઆરામ ની બધી જ સુખ સુવિધાઓ છે.

જો આપણે આ મહેલમાં રહેલી અદ્યતન સુવિધા ઓ વિશે વાત કરીએ તો અહી 100 ગેરેજ, 257 બાથરૂમ, 5 સ્વિમિંગ પૂલ અને 200 ઘોડાઓ માટે તબેલા છે. આ સાથે આ વૈભવી મહેલની કિંમત 2500 કરોડ હોવાનું કહેવામાં આવે છે.

તમને જાણીને વિશ્વાસ થશે નહીં કે સુલતાન પાસે 7000 થી પણ વધારે ગાડીઓ છે. જેમાં 600 રોલ્સ રોયસ ગાડીઓ અને 300 ફેરારી કંપનીની ગાડીઓ શામેલ છે. આ બધી જ ગાડીઓની કિંમત વિશે વાત કરીએ તો તે 34 અરબ રૂપિયા છે.

આ દેશના સુલતાન પાસે ત્રણ કરતા પણ વધારે પ્રાઇવેટ જેટ છે. જે પૈકી એક જેટમાં તો સોનું જડિત કરવામાં આવ્યું છે. આ જેટની માંગ પણ ઘણી વધારે છે. આ જેટમાં પણ એક ઘરમાં હોય એવી બધી જ સુખ સુવિધાઓ છે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM