વરરાજા સાથે દુલ્હન પણ ઘોડીએ ચઢી…, જોરદાર એન્ટ્રી જોઈ ચોકી ગયા મહેમાન…

આજકાલ યુવકો અને યુવતીઓમાં પોતાના લગ્નને લઈને ખુબ જ ઉત્સાહ જોવા મળે છે. આજના સમયમાં તેઓ પોતાના લગ્નને અન્યથી અલગ અને સુંદર દેખાડવા માટે તલપાપડ રહે છે. તે ઈચ્છે છે કે તેના લગ્નનો દરેક દિવસ ખાસ હોય. તેના માટે લોકો પોતાના લગ્નનમાં નવા નવા પ્રયોગ પણ કરે છે. તેઓ એન્ટ્રીથી લઈ દરેક ફંકશનને ખાસ બનાવે છે.
હાલ સોશિયલ મીડિયા પર દુલ્હા અને દુલ્હનનો એક અનોખો વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આમ તો લગ્નની સીઝન દરમિયાન અનેક વીડિયો વાયરલ થતા રહે છે. જેમાં કોઈમાં દુલ્હન બુલેટ પર એન્ટ્રી કરે છે તો કોઈ જીપથી આવે છે. કેટલીક દુલ્હન ડોલીમાં આવે છે તો કેટલીક હવામાં ઝુલતી ઝુલતી આવે છે. જ્યારે દુલ્હેરાજા ઘોડા પર સવાર થઈને આવે છે. પરંતુ સમય બદલ્યો છે તેમ તેમ આ રિવાજ પણ બદલી રહ્યો છે.
ઘણીવાર દુલ્હાની જેમ દુલ્હન પણ ઘોડીએ ચઢીને આવે છે. જો કે આવું જોવા ઓછા લગ્નમાં મળે છે. પરંતુ હાલ જે વીડિયો વાયરલ થયો છે તેમાં આવું જોવા મળે છે. આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે વરરાજા અને દુલ્હન અલગ અલગ ઘોડી પર સવાર થાય છે અને તે દરમિયાન તેમણે એકબીજાનો હાથ પકડેલો હોય છે. તે આ અંદાજમાં શાનદાર રીતે એન્ટ્રી કરે છે. તેમનો આ અંદાજ જોઈને ત્યાં હાજર મહેમાનો પણ દંગ રહી જાય છે.
સોશિયલ મીડિયા પર આ વીડિયો ધ બ્રાઈડ ઓફ ઈંડિયા નામના અકાઉંટ પરથી શેર કરવામાં આવ્યો છે. જેને હજારો લોકો જોઈ ચુક્યા છે. લોકોને આ અનોખા લગ્ન ખૂબ ગમી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે યુવક અને યુવતીને બરાબર દેખાડવા માટે આ આઈડિયા જોરદાર છે.
View this post on Instagram
અન્ય એક યુઝરે લખ્યું છે કે મે ઘણી દુલ્હનની એન્ટ્રી જોઈ છે પણ આવું પહેલીવાર જોયું છે. અન્ય એકે લખ્યું છે કે મારા માટે આ અત્યાર સુધીની સૌથી બેસ્ટ એન્ટ્રી છે. જ્યારે એકે કહ્યું છે કે બંનેને ઘોડા પર બેસાડવાનો આઈડિયા બેસ્ટ છે. હું પણ મારા લગ્નમાં આવું કરીશ.
તમે આ લેખ “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.