ઉડતા વિમાન સાથે અથડાયું પક્ષી, દ્રશ્ય જોઈ પ્રવાસીઓના ચહેરાનો ઉડી ગયો રંગ

ઉડતા વિમાન સાથે અથડાયું પક્ષી, દ્રશ્ય જોઈ પ્રવાસીઓના ચહેરાનો ઉડી ગયો રંગ

પ્લેન સાથે પક્ષી અથડાય તેવી ઘટનાઓ અવારનવાર બને છે. પરંતુ આવી ઘટનાઓ યાત્રીઓનો શ્વાસ અટકાવી દેતી હોય છે. બ્લાસ્ટ થવાનો અવાજ આવવાથી યાત્રીઓના ધબકારા વધી જાય છે. વિમાન અને પક્ષીની ટક્કર એટલી તેજ હોય છે જેના પરથી એ વાતનો અંદાજ લગાવી શકાય છે કે આ ટક્કરથી પ્લેનને પણ નુકસાન થયું હશે. એક પક્ષી પ્લેનની હાલત શું કરી શકે છે તેની તસવીરો આજે તમને જોવા મળશે.

આ પ્લેન ખૂબ સહજતાથી ઉડાન ભરી ચુક્યું હતુ. બધા યાત્રી યાત્રાનો આનંદ લેવા લાગ્યા હતા ત્યાં જે એક ધમાકો સંભળાયો અને બધાના ચહેરાના રંગ ઊડી ગયા. એક યાત્રીની બારીનો કાચ તુટી તેની પાસે પડ્યો હતો ત્યારે ખબર પડી કે પક્ષી વિમાનની બીજી દિશામાં આવી ટકરાયું છે. આ પક્ષી એટલી ઝડપથી ટકરાયું કે તેની ટક્કર સાથે પ્લેનની મજબૂત બારીનો કાચ પણ તુટી ગયો.

જો કે આ દુર્ઘટનામાં કોઈ યાત્રીને ઈજા થઈ ન હતી. પરંતુ થોડીવાર બધા ભયમાં હતા. તસવીરોમાં પ્લેનની બારીનો તુટેલો ભાગ પણ જોઈ શકાય છે.

હકીકતમાં જેટસ્ટ્રીમ 41 જે સાઉથ આફ્રિકામાં લેંડ થઈ રહ્યું હતુ તેની સાથે પક્ષી ટકરાયું તો બ્લાસ્ટ જેવો અવાજ આવ્યો હતો. તેનાથી પ્લેનને ઘણું નુકસાન થયું હતું. સાથે જ પ્લેનમાં ઘણી વસ્તુ તુટી ગઈ હતી.

વિમાનમાં દરેક સુવિધા હોય છે. જો કોઈ પાયલટ બીમાર થઈ જાય તો અન્ય પાયલટ પ્લેનને હેંડલ કરી લે છે. જો બંને પાયલટ પણ ન હોય તો પ્લેનમાં ઓટો પાયલટ મોડ પણ હોય છે. જેનાથી પ્લેન ઉડી શકે છે. કુલ મળીને પ્લેનમાં સુરક્ષાની બધી જ સુવિધા હોય છે. પરંતુ તેમ છતાં ખતરનાક દુર્ઘટના થતી રહે છે. જો કે સારી વાત એ છે કે આ ઘટનામાં કોઈને ઈજા પણ થઈ નહીં.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM