પહેલા દીકરીની હત્યા કર્યા બાદ પિતાએ પણ કરી લીધો આપઘાત, છેલ્લે છેલ્લે ચિઠ્ઠીમાં એવું લખતા ગયા કે :- હવે આ દુનિયામાં નથી રહેવું….

પહેલા દીકરીની હત્યા કર્યા બાદ પિતાએ પણ કરી લીધો આપઘાત, છેલ્લે છેલ્લે ચિઠ્ઠીમાં એવું લખતા ગયા કે :- હવે આ દુનિયામાં નથી રહેવું….

મિત્રો અત્યારે દિવસેને દિવસે આત્મહત્યા અને હત્યાના બનાવો પણ ખૂબ જ મોટા પ્રમાણમાં આપણી સામે આવી રહ્યા છે. અત્યારે કપડવંજની અંદર પિતાએ 10 વર્ષની દીકરીની હત્યા કરી નાખી છે. ત્યારબાદ પિતાએ પોતે પણ આપઘાત કરીને જીવંત ટૂંકાવી નાખ્યું છે. કપડવંજના રત્નાકર માતા રોડ ઉપર વિશ્વાસ માર્કેટની અંદર ફ્લેટ નંબર પાંચમાં માળે 505 ની અંદર રહેતા ભાવિકભાઈ અરવિંદભાઈ પટેલ જેની ઉંમર માત્ર ને માત્ર 42 વર્ષ છે

અને તેમની દીકરી જોયેલ અરવિંદભાઈ પટેલ જેની ઉંમર માત્ર અને માત્ર દસ વર્ષ છે સાંજના સમયે તેનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી ગયો હતો. સ્થાનિક લોકોએ ઘરની અંદર તપાસ કરતાં ભાવિકનો પણ મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. જ્યારે દીકરીનો મૃતદેહ ચાદર ની અંદર લપટાયેલી હાલતમાં મળ્યો હતો

જેની પાસે તેમની મૃત માતાનો ફોટો પણ મુકેલો હતો અને મૃત્યુ પામેલા યુવક અને દીકરીના ઘરમાંથી સુસાઇડ નોટ પણ મળી આવી હતી અને એમાં અમે હવે આ દુનિયામાં રહેવા માંગતા નથી તેવું પણ લખ્યું હતું. જોકે આપઘાતનું કોઈ પણ પ્રકારનું કારણ સ્પષ્ટ થયું નથી અને આપઘાત નો પણ કોઈ પણ પ્રકારનું કારણ સ્પષ્ટ પણે લખાયું પણ નથી.

કપડવંજ ના પી.આઈ અજીતભાઈ ચૌધરી એ પણ જણાવ્યું હતું કે ઘટના સ્થળે તપાસ દરમિયાન દીકરીની હત્યા કરી હોવાનો પણ માલુમ પડ્યું હતું અને એકલવાયા જીવનથી એટલી બધી કંટાળી ગઈ હતી તેના કારણે તેને આપઘાટ કરી લીધો હતો. પાડોશી વિનોદભાઈ સોનીના જણાવ્યા પ્રમાણે મારો દીકરો અને જોયેલ હર રોજ સાથે ટ્યુશન જતા હતા

આજે પણ જોયેલને ટ્યુશન આવવાનું છે કે નહીં તેનું પૂછવા માટે ભાવિક ભાઈનો ઘરનો દરવાજો ખખડાવ્યો હતો ત્યારે દરવાજો ખુલ્લો હતો અને મેન ધક્કો દીધો ત્યારે જોયું તો તેની લાશ લટકતી હાલતમાં મળી આવી હતી. જેનાથી હું ખૂબ જ ગભરાઈ ગયો હતો અને દોડીને ચોથા મળે છે પાડોશી મોન્ટુભાઇને પણ બોલાવી દીધો હતો અને અલગ અલગ બધા સભ્યોને પણ ફોન કરીને જાણકારી આપી હતી

ત્યાર પછી આ સમગ્ર ઘટના અંગે પોલીસને પણ જાણકારી આપવામાં આવી હતી અને ભાવિકભાઈ અને તેમની દીકરીનો મૃતદેહ નીચે ઉતારવામાં આવ્યો હતો અને, ભાવિકભાઈના પત્નીનો કોરોનામાં અવસાન થયું હતું અને ત્યારબાદ તેઓ દુઃખી રહેતા હતા. પરંતુ કોઈને ખબર પણ પડવા દેતા નહોતા અને દરરોજ તેમના સ્ટેટસમાં પત્ની નો ફોટો પણ રાખતા હતા

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM