યુવાની પર અભિમાન શા માટે ન કરવું ??, IAS એ તસવીરના માધ્યમથી દેખાડ્યું જીવનનું કડવું સત્ય

ગોરે રંગ પે ઈતના ના ગુમાન કર… બોલીવુડની ફિલ્મ નું ગીત તમે અવારનવાર સાંભળ્યું હશે. આ ગીત જીવન નું એક કડવું સત્ય છે. આ ગીતમાં કહેવામાં આવ્યું છે કે સુંદરતા કે યુવાની ઉપર ઘમંડ કરવો ન જોઈએ. કારણ કે વૃદ્ધાવસ્થા અને મૃત્યુ જીવનની સૌથી મોટી સત્ય હકીકત છે. આ હકીકતનો સામનો દરેક વ્યક્તિએ કરવો પડે છે. એટલે જ વૃદ્ધ લોકોની મસ્તી પણ કરવી ન જોઈએ અને તેનું અપમાન પણ ન કરવું જોઈએ.
વૃદ્ધ લોકો દેખાવમાં ભલે નબળા લાગે પરંતુ અનુભવથી મોટા હોય છે. તેમણે જીવનમાં કરેલો દરેક અનુભવ યુવાન લોકોને કામ આવે છે. પરંતુ આજના સમયમાં યુવાન લોકો વૃદ્ધને બોજ સમજે છે. કારણ કે તેઓ ભૂલી જાય છે કે ભવિષ્યમાં તેઓ પણ વૃદ્ધાવસ્થા માંથી પસાર થવાના છે. આ વાતને એક શાનદાર તસવીરો વડે સમજાવવામાં આવી છે.
આઈએએસ અવનીશ શરણે સોશિયલ મીડિયા ઉપર એક તસવીર શેર કરી છે. તેઓ અવાર-નવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા રહે છે. તાજેતરમાં તેમણે ટ્વિટર પરથી આ તસવીર શેર કરી છે. આ તસવીરના માધ્યમથી લોકોને સશક્ત સંદેશ પણ આપવામાં આવ્યો છે. આ તસવીર લોકોને વિચારવા પર મજબૂર કરી દે તેવી છે. આ તસવીરમાં બે હાથ જોવા મળે છે. એક કોઈ યુવાન વ્યક્તિનું છે તો બીજો વૃદ્ધનો.
घमंड किस बात का है…बस कुछ सालों का फासला है. pic.twitter.com/KY7XBTBQ1p
— Awanish Sharan (@AwanishSharan) April 9, 2022
આ એક સાંકેતિક તસવીર છે. જેનું મતલબ થાય છે કે એક વ્યક્તિના જીવનમાં આ બંને પરિસ્થિતિ આવવાની છે. તેથી જ ક્યારેય પોતાના ઉપર અભિમાન ન કરવું જોઈએ. તેમણે કેપ્શનમાં પણ સુંદર વાત લખી છે. તેમણે લખ્યું છે “ઘમંડ કઈ વાતનું બસ થોડા વર્ષો નું જ અંતર છે… ?”
— Hemperor (@bbtv9) April 10, 2022
તેમની આ ટ્વીટ લોકોને ખૂબ જ ગમી રહી છે અને લોકો પણ તેના ઉપર પોતાનો મત વ્યક્ત કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું છે, છોટી સી જિંદગી મે કિસ સે કતરા કર ચલું, ખાક હું ખાક પર કયા ખાક ઇતરાકર ચલુ…અન્ય એક યૂઝરે લખ્યું છે આ જીવન નું એક કડવું સત્ય છે. અન્ય એક એ લખ્યું છે એકદમ સાચી વાત. ત્યાર પછી કેટલાક લોકોએ આવી જ કેટલીક તસવીરો પણ શેર કરી છે.
તમે આ લેખ “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.