આધાર કાર્ડના કારણે પાંચ વર્ષ પછી લાલુ તેના પરિવારને મળી શક્યો..!, જાણો શું છે મામલો

આધાર કાર્ડના કારણે પાંચ વર્ષ પછી લાલુ તેના પરિવારને મળી શક્યો..!, જાણો શું છે મામલો

મધ્યપ્રદેશના જબલપુરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં પાંચ વર્ષથી પરિવારનું સુખ ગુમાવી ચૂકેલા લાલુને આધાર કાર્ડ ના કારણે પરિવારનું સુખ મળ્યું. આધાર કાર્ડના પાંચ વર્ષથી પરિવારથી વિખૂટો પડેલો બાળક તેના પરિવારને ફરીથી મળી શક્યો. આ બાળક પાંચ વર્ષથી જબલપુરના શાસકીય માનસિક અવિકસિત બાળ ગૃહમાં રહેતો હતો.

આ બાળક મહારાષ્ટ્રના જલગાંવ માંથી ગુમ થયો હતો. 10 જૂન 2017 ના રોજ તેના ખોવાઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી હતી. લાલુ પોતાના ઘરેથી નીકળીને કોઈ ટ્રેનમાં બેસી ગયો હતો જે જબલપુર આવી હતી. અહીં આવીને તે શહેરમાં ભટકી રહ્યો હતો. ત્યારે ચાઈલ્ડ લાઈન ના સભ્યોએ તેને 23 જૂનના રોજ બાલ ગૃહમાં દાખલ કરી દીધો.

આ બાળક માનસિક રીતે દિવ્યાંગ હતો. તેથી તેની જાણકારી મેળવવી અશક્ય લાગતું હતું. તેથી બાલ ગ્રુપમાં તેનું નામ લાલુ રાખી દેવામાં આવ્યું.. બાળ ગ્રૂપના લોકો લાલુની સારી રીતે દેખભાળ કરવા લાગ્યા. લાલુ પણ બીજા બાળકોની સાથે ભળી ગયો.

બાલુ અધિક્ષક રામ નરેશ પટેલે જણાવ્યું કે જ્યારે લાલુ તેને મળ્યો ત્યારે તેની ઉંમર તેર વર્ષની હતી અને તે બીમાર પણ હતો. તેણે ઘણા દિવસોથી કંઈ જ ખાધું કે તું ન હતું. તેના કારણે તેની હાલત ખરાબ થઇ ગઇ હતી બાલ ગૃહમાં લાવ્યા પછી તેની દેખરેખ શરૂ કરવામાં આવી. બાલ ગ્રુપમાં તેની સારસંભાળ રાખવામાં આવી અને ભણાવવામાં આવ્યું. તેને વિવિધ એક્ટિવિટી પણ શીખવાડવામાં આવી.

લાલુ હવે 17 વર્ષ અને 10 મહિનાનો થઇ ગયો છે અને ઘણું બધું શીખી ગયો છે. થોડા સમય પહેલા જ બાલ ગ્રુપ તરફથી તેનો આધાર કાર્ડ બનાવવા માટે આવેદન કરવામાં આવ્યું. કાર્ડ બનાવવા માટેની પ્રક્રિયા શરૂ થતા જ પોર્ટલ પર તેના આધાર કાર્ડનો રેકોર્ડ દેખાયો. જે પહેલા બનાવવામાં આવ્યું હતું. હા રેકોર્ડ ના આધારે જ વિભાગે લાલુના સાચા માતા-પિતાનો સંપર્ક કર્યો. તેના પરથી જાણવા મળ્યું કે લાલુ નું સાચું નામ અનસ શેખ છે.

આધારકાર્ડ સર્વિસના જબલપુરના પ્રભારી ચિતાંશુ ત્રિપાઠી અને બાલુ અધિક્ષક રામનરેશે લાલુ ના પરિવાર ની શોધ કરી અને તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો. તેમની મોબાઈલ નંબર મળ્યો અને પરિવારને લાલુ વિશે જાણ કરી.

આ વાતની જાણ થતા જ અનસ ના પરિવારના લોકો જબલપુર પહોંચી ગયા. તેઓ પોતાના સંતાનને આટલા વર્ષો પછી મળી ને ખુબ જ ખુશ હતા. જોકે તેના માતા પિતાનું નિધન થઈ ગયું હતું. તે બે વર્ષની ઉંમરથી જ પોતાના જીજાજી પાસે રહેતો હતો. લાલુ માનસિક રીતે જવાબ હતો તેમ છતાં શેરખાન એ તેની દેખરેખ કરી. પરંતુ એક દિવસ તે અચાનક રેલવે સ્ટેશનથી ગાયબ થઈ ગયો અને આખો પરિવાર દુઃખી થઈ ગયો. ચાઈલ્ડ વેલ્ફેર કમિટી એ લાલુ અને તેના પરિવારને સોંપવાની પ્રક્રિયા પૂર્ણ કરી અને લાલુ તેનાં પરિવાર પાસે ફરીથી પહોંચી ગયો.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM