પાલીતાણામાંથી આવ્યો રુવાડા ઉભો કરી દે તેવો કિસ્સો, કોલેજની હોસ્ટેલની ટાંકીમાંથી એક યુવતીનો મૃતદેહ સાથે પોલીસને મળી એવી વસ્તુ કે…

મિત્રો આજકાલ આત્મહત્યાની ઘટનામાં દિન પ્રતિદિન મોટા પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે ત્યારે હાલ ફરી એક વખત ગુજરાત રાજ્યમાં આવેલા તળાજા માંથી એક વધારે કિસ્સો સામે આવ્યો છે. સામે આવેલી આ ઘટનાની વિગતવાર વાત કરીએ તો આઠ વર્ષથી હોસ્ટેલમાં રહેતી અને અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ હોસ્ટેલની જ પાણીની ટાંકીમાં પડીને પોતાનું જીવન ગુમાવ્યું છે. જાણકારી અનુસાર આઠ વર્ષથી આ
વિદ્યાર્થીને પાલીતાણા ની એક હોસ્ટેલમાં અભ્યાસ કરી રહી હતી. તળાજામાં કોલેજીયન યુવતીની લાશ પાણીના ટાંકામાંથી મળી આવતા સૌ કોઈ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. જાણકારી અનુસાર મૃત્યુ પામેલી યુવતી મૂળ તળાજા તાલુકાના ગોરખી ગામની રહેવાસી હતી અને પાલીતાણા તાલુકાના વાળુકડ ગામમાં આવેલ એક લોક વિદ્યાલયમાં રહીને ભણતી હતી. કૃપાલી ભટુભાઈ ડોળાસીયા નામ આ વિદ્યાર્થીની વહેલી
સવારે હોસ્ટેલ પર આવેલ પાણીના ટાંકામાં કૂદીને આત્મહત્યાનું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારે તરત જ પોલીસ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાવનગરની સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જાણકારી અનુસાર પોલીસને તપાસ દરમિયાન કૃપાલી પાસેથી એક ડાયરી પણ મળી આવી છે આ
ડાયરીમાં કૃપાલી પોતાની રોજની દિન શૈલી પણ લખતી હતી જેના આધારે કૃપાલીના મોતનું કારણ શું છે તેનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ આ ઘટનાને લઈને પોલીસ વધારે તપાસ હાથ ધરી રહી છે.હાલ કૃપાલી બીકોમ ટી. વાય માં અભ્યાસ કરતી હતી. ધોરણ સાત થી જ આ હોસ્ટેલમાં રહીને કૃપાલી નામની વિદ્યાર્થીની છેલ્લા આઠ વર્ષથી અભ્યાસ કરી રહી હતી. કૃપાલીના આ પગલાથી હોસ્ટેલના દરેક
બાળકોમાં ખૂબ જ ફફડાટ વ્યાપી ગયો છે. મૃતક વિદ્યાર્થીની કૃપાલી ના પરિવારજનોને આ ઘટનાની જાણ થઈ ત્યારે પરિવારજનો આ પરિસ્થિતિ સહન કરવા માટે શક્ય ન હતા. કૃપાલીના મોતથી કૃપાલી ના પરિવારજનો પર જાણે દુઃખના પહાડ તૂટી પડ્યા હોય તેવું લાગી રહ્યું છે. મિત્રો રાજ્યભરમાં અવારનવાર આત્મહત્યાના કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં મોટાભાગના કિસ્સાઓમાં વિદ્યાર્થીઓ અણસમજ અને
અપૂરતી સહનશક્તિને કારણે પોતાનો અમૂલ્ય જીવન ગુમાવી દે છે.જેના માતા પિતા ને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે આવી જ રીતે પાલીતાણા તાલુકાના વાળુકડ ગામમાંથી સામે આવેલ આ ઘટનાને લઈને સૌ કોઈ લોકો શોકમાં ડૂબી ગયા છે. આપઘાતના કિસ્સામાં દિવસે અને દિવસે વધારો થઈ રહ્યો છે જેમાં નાની ઉંમરના કે સ્કૂલ કે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારે પડતા આવા બનાવો બનતા આજકાલ જોવા મળી રહ્યા છે.
તમે આ લેખ “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.