બોલિવૂડના બીજા સૌથી વધુ અમીર ઍક્ટર છે અમિતાભ બચ્ચન, ખજાનામાં છે અરબો ના ઘર અને કરોડોની કાર…

બોલિવૂડના બીજા સૌથી વધુ અમીર ઍક્ટર છે અમિતાભ બચ્ચન, ખજાનામાં છે અરબો ના ઘર અને કરોડોની કાર…

અમિતાભ બચ્ચન નું નામ બોલિવૂડના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે. જ્યારે પણ હિન્દી સિનેમાનું કે ફિલ્મનું નામ આવે ત્યારે અમિતાભ બચ્ચન નું નામ સૌથી પહેલા આવે છે. દેશમાં કદાચ જ કોઈ એવો માણસ થશે કે અમિતાભ બચ્ચનને ઓળખતો ન હોય. અમિતાભ બચ્ચનના ચાહક ભારતમાં જ નહિ પરંતુ દુનિયાના દરેક ખૂણે મળે છે.

અમિતાભ બચ્ચનને કોઈપણ ઓળખાણની જરૂર નથી. અમિતાભ બચ્ચન નું નામ જ પોતાનામાં એક બ્રાન્ડ બની ગયું છે. તેના નામ સાથે જોડાયેલું સદીના મહાનાયક નું ઉપનામ તેની પ્રખ્યાતી ને દર્શાવે છે. હિન્દી સિનેમાના સૌથી સફળ, ચર્ચિત અને લોકપ્રિય કલાકાર અમિતાભ બચ્ચન છે.

દેશ-દુનિયામાં તેમને સદીના મહાનાયક, બોલીવુડના શહેનશાહ, એન્ગ્રી યંગમેન અને બિગ બી જેવા પ્રતિષ્ઠિત નામોથી ઓળખવામાં આવે છે. અમિતાભ બચ્ચને પોતાના કામથી પોતાનું નામ દુનિયાભરમાં પહોંચાડયું છે. અમિતાભ બચ્ચનને દિગ્ગજ અને મહાન બનાવવામાં તેમની બહેતરીન અદાકારી સાથે અન્ય કેટલાંક પરિબળો એ પણ યોગદાન કર્યું છે.

અમિતાભ બચ્ચનને જમીનથી આકાશ સુધીની સફર શાનદાર રીતે પૂરી કરી છે. એક સમય એવો હતો જ્યારે તેમને તેમની ઊંચાઈ, અવાજ વગેરે કારણોને લીધે ફિલ્મોમાં રિજેક્ટ પણ કરવામાં આવ્યા. પરંતુ અમિતાભ બચ્ચન અટલ રહ્યા. તેમણે કલકત્તાની કોલસાની ખાણમાં પણ કામ કર્યું. ત્યાર પછી ફિલ્મોમાં તે વોઇસને નેરેટર તરીકે કામ કરતા. ફિલ્મ ભુવન શોમ માં તેનો અવાજ સાંભળવા મળે છે.

અમિતાભ બચ્ચનની હિન્દી સિનેમા પોતાનું કરિયર એક અભિનેતા તરીકે સાત હિન્દુસ્તાની ફિલ્મ થી કરી હતી. આ ફિલ્મ ૧૯૬૯માં આવી હતી. જો કે અમિતાભ બચ્ચનની આ પહેલી ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ. ત્યાર પછી તેમણે ઘણા વર્ષો સુધી સંઘર્ષ કરવો પડ્યો. તેમને સફળતા ૧૯૭૩માં આવેલી ફિલ્મ ઝંઝીરથી મળી.

આ ફિલ્મની ચર્ચા આજે પણ થાય છે. ત્યાર પછી અમિતાભ બચ્ચનની દિવાર, શોલે, રોટી કપડાં ઓર મકાન, કાલા પથ્થર, શાન, કાલીયા લાવારિસ, સિલસિલા, શરાબી, કુલી જેવી ફિલ્મો આવી અને જબરદસ્ત હિટ સાબિત થઈ. આ ફિલ્મો આપ્યા પછી તે હિન્દી સિનેમાના સુપરસ્ટાર બની ગયા. ત્યાર પછી પણ તેમની જબરદસ્ત હિટ ફિલ્મો આવી.

53 વર્ષ નું તેનું ફિલ્મી કરિયર છે. આ સમય દરમિયાન અમિતાભ બચ્ચનને નામના સાથે શોહરત અને સંપત્તિ પણ બનાવી. તેમની પાસે આજના સમયમાં કેટલાક આલિશાન ઘર અરબો રૂપિયાની સંપત્તિ અને કરોડોની કિંમતની ગાડીઓ છે.

અમિતાભ બચ્ચન હિન્દી સિનેમાના સૌથી અમીર બીજા ક્રમના અભિનેતા છે. અમિતાભ બચ્ચન 3000 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. ફિલ્મ ઉપરાંત ટીવી શો અને જાહેરાતથી પણ કમાણી કરે છે. 79 વર્ષના અમિતાભ બચ્ચન અને પાંચ કરોડ રૂપિયા કમાય છે.

તે એક વર્ષમાં ૬૦ કરોડ રૂપિયાની કમાણી કરે છે. અમિતાભ બચ્ચનના ઉંમરમાં પણ ફિલ્મ, વિજ્ઞાપન અને ટીવી શો હોસ્ટ કરે છે. તેઓ એક ફિલ્મ માટે પાંચ કરોડ રૂપિયાની ફી લે છે. આ ઉપરાંત કોન બનેગા કરોડપતિની એક સિઝનથી પણ તે કરોડની કમાણી કરે છે.

અમિતાભ બચ્ચન પાસે પાંચ આલિશાન ઘર છે. આ ઉપરાંત ચાર આલીશાન બંગલા છે. વર્ષ ૨૦૨૧ માં જ તેમણે એક ડુપ્લેક્ષ મકાન પણ ખરીદ્યું છે જેની કિંમત ૩૧ કરોડ રૂપિયા છે. તેમના બંગલા ના નામ જનક, જલસા, પ્રતીક્ષા વત્સ અને અમુ છે. જેની કિંમત અરબોમાં છે.

અમિતાભ બચ્ચનને લક્ઝરી ગાડીઓ નો પણ શોખ છે તેમના કલેક્શનમાં 11 ગાડી છે. અમિતાભ બચ્ચન પાસે લેક્સસ, રોલ્સ રોય, બીએમડબલ્યુ, મર્સીડીઝ જેવી મોંઘી ગાડીઓ છે. અમિતાભ બચ્ચને પોતાની કમાણીમાંથી રોકાણ કર્યું છે જેની પણ તેમને મોટી આવક થાય છે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM