અમદાવાદના રસ્તા ઉપર અગરબત્તી વેચતા આ વૃદ્ધ મહિલાનો વિડીયો જોઈને તમે પણ ખુશ થઈ જશો.., જોવો વૃદ્ધ મહિલાનો વીડિયો

અમદાવાદના રસ્તા ઉપર અગરબત્તી વેચતા આ વૃદ્ધ મહિલાનો વિડીયો જોઈને તમે પણ ખુશ થઈ જશો.., જોવો વૃદ્ધ મહિલાનો વીડિયો

મનુષ્યમાં પણ ત્રણ પ્રકારના વર્ગ પાડી દેવામાં આવ્યા છે, મધ્યમ ગરીબ અને ધનિક. તેવી રીતે ત્રણ પ્રકારના વર્ગો છે. પરંતુ ત્રણે પ્રકારના વર્ગો ના લોકો પૈસા કમાવા માટે ખૂબ જ વધારે મહેનત કરતા હોય છે અને પૈસા કમાવવા માટે ઘણી વખત ઘણા લોકો ખોટા કામ પણ કરતા હોય છે. પરંતુ અમુક લોકો એવા હોય છે કે ભલે ઓછું કમાય પરંતુ પોતાની મહેનતથી કમાય છે.

અત્યારે અમદાવાદની એક વૃદ્ધ મહિલા ના વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. મહિલા રસ્તા ઉપર અગરબત્તી વેચતી જોવા મળી રહી છે અને તેમણે પોતાના ગળાની અંદર એક લખેલું બોર્ડ પણ જોવા મળ્યું હતું. જેના દ્વારા આ વૃદ્ધ મહિલા જણાવી રહી છે કે, અને મદદ કરો મારી આ બધી વસ્તુ ખરીદો અને મને તમારી મદદની ખૂબ વધારે જરૂર છે

ખાસ કરીને તમને જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ instagram ઉપર વૃદ્ધ મહિલાનો વિડીયો શેર કરવામાં આવ્યો છે આને વિડીયોના કેપ્શન માં લખવામાં આવ્યું છે કે, આ માસી મગજની સક્ષમ નથી એમની સાથે વાતચીત કર્યા પછી જાણવા મળ્યું છે કે, કોઈ વ્યક્તિ એ તેના છેતરીને 2000 રૂપિયા અને તેમનો મોબાઇલ પણ લઈ લીધો છે.

આપણે પ્રયત્ન કરીએ કે જેને જરૂર છે તેના ત્યાંથી અગરબત્તી લઈને ઘરની અંદર અગરબત્તી કરીએ, નીચે વધુમાં લખ્યું હતું કે આપણે અમદાવાદીઓ જેટલું પ્રયત્ન કરશું તેટલુ બની શકે એટલી મદદ આ વૃદ્ધ મહિલા ને કરીએ. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વિડીયો શેર કરવાની સાથે સાથે વીડિયોની નીચે આ માસી જે જગ્યા ઉપર અગરબત્તી વેચી રહ્યા છે તે સ્થળ પણ લખવામાં આવ્યું હતું

 

View this post on Instagram

 

A post shared by Ashish Koshti (@ashu.266)

વિડિયો ની નીચે આ મહિલા વિશે માહિતી આપવામાં આવે છે અને વિડિયો અનુસાર આ માસી, ભાઈ કાકા હોલ નજીક લો ગાર્ડનથી એલિસ બ્રિજ ની નજીક અમદાવાદમાં સવારે 8 થી 12 અને સાંજના પાંચ થી નવ અગરબત્તી વેચી રહ્યા છે અને લોકો આ મહિલાની બનતી મદદ કરી રહ્યા છે. અત્યારે આ માજી નો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM