શું તમારે આંખ ના નંબર ઉતારવા છે ??, કરો આ આંખ ની 5 કસરત.., અને મળશે સારું પરિણામ

શું તમારે આંખ ના નંબર ઉતારવા છે ??, કરો આ આંખ ની 5 કસરત.., અને મળશે સારું પરિણામ

સુંદરતા જોનાર ની આંખમાં હોય છે… આ વાક્યો આપણે અનેક વાર સાંભળી ચૂક્યા છીએ. સુંદર દુનિયાનું પરિચય આપણને આપણી આંખો જ કરાવે છે. જો આંખ ન હોય તો જીવન અંધકારમય થઈ જાય છે. એટલા માટે જ જરૂરી છે કે આંખનું શરીરના અન્ય અંગોની જેમ ધ્યાન રાખવું જોઈએ. આપણા શરીરના અને મનના સ્વાસ્થ્ય ની સૌથી પહેલી અસર આંખ પર દેખાય છે.

જો તમે સ્ટ્રેસમાં કે ચિંતામાં હોય તો આંખોની નીચે કાળા કુંડાળા થવા લાગે છે આ ઉપરાંત જો શરીરમાં કોઈ બીમારી હોય તો તેની અસર પણ આંખોમાં જોઈ શકાય છે. આંખો નું જતન કરવા માટે શું કરી શકાય તે તમને આજે વિસ્તારપૂર્વક જણાવીએ આ કામ ઘરે બેઠા ગમે ત્યારે કરી શકો છો તેને કરવાથી તમારી આંખ સ્વસ્થ રહેશે.

1. પોતાના બંને હાથની હથેળીને બંને આંખ ઉપર રાખવી અને હળવે-હળવે ત્યાં સુધી તેને ઘસો કે જ્યાં સુધી આંખ ગરમ ન થાય. જ્યારે આંખ ગરમ થતી હોય તેવું લાગે એટલે હથેળીઓને થોડીકવાર આંખ ઉપર જ ઢાંકી રાખો. આ પ્રક્રિયા દિવસમાં થોડી થોડી વારે કરવી જોઈએ. તમે તેને દિવસમાં ત્રણથી ચાર વખત કરી શકો છો આમ કરવાથી તમને થોડા જ દિવસોમાં આંખમાં સ્વસ્થતા અનુભવાશે અને ચશ્માના નંબર પણ દૂર થશે.

2. આંખની સામે હાથની મુઠ્ઠી વાળીને અંગૂઠો રાખો. માથાની ટટ્ટાર રાખીને અંગુઠા ની સામે બંને આંખથી જુઓ. હવે ધીરે ધીરે અંગૂઠાને પહેલા જમણી તરફ અને પછી ડાબી તરફ લઈ જાવ. આ પ્રક્રિયા કરો ત્યારે નજર ને પણ અંગુઠાને સાથે ફેરવો. આ એક્સરસાઇઝ ને પાંચ વખત કરો.

3. સૌથી પહેલાં અંગૂઠાને આંખની સામે લાવો ત્યાર પછી જમણા હાથને ડાબી તરફ લઈ જવો અને ડાબા હાથને માથા તરફ લઈ જવો. આંખની પુતળીથી એક વખત જમણી તરફ અને એક વાર ડાબી તરફ જુઓ. આમ પાંચ વખત ત્રાંસુ જોયા પછી આંખને થોડીવાર માટે બંધ કરી દો.

4. સૌથી પહેલા અંગૂઠાને નાકની સીધમાં રાખો. હવે અંગૂઠાને પહેલા આંખની નજીક આગળની તરફ લાવો અને પછી ફરીથી તેને પહેલાં હતો તે સ્થિતિમાં રાખો. આ એક્સરસાઇઝ પાંચ વખત કરો અને પછી આંખને આરામ આપવા માટે 30 સેકન્ડ માટે આંખ બંધ કરી દો.

6. માથાને ટટ્ટાર રાખો અને સામેની તરફ જુઓ. ત્યારબાદ આંખને ઘડિયાળના કાંટા ફરતા હોય તે દિશામાં ચારે તરફ ફેરવો. આ એક્સરસાઇઝ પાંચ વખત કરી અને આંખને ૩૦ સેકંડ માટે બંધ કરવું. અને તારે આ કસરત દરરોજ  કરવું જોઈએ.

ઉપર દર્શાવેલી એક્સરસાઇઝ જો તમે નિયમિત કરશો તો તમારી આંખને આરામ પણ મળશે અને ધીરે ધીરે આંખના નંબર પણ ઓછા થવા લાગશે. આ એક્સરસાઇઝ કરવાથી આંખનું સ્વાસ્થ્ય સુધરે છે અને આંખ માટે આ એક્સરસાઇઝ ફાયદાકારક છે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM