એક મિનિટ સુધી આ આંગળી ને દબાવવાથી…, શરીરના મોટા મોટા 50 રોગ થાય છે દૂર…

એક મિનિટ સુધી આ આંગળી ને દબાવવાથી…, શરીરના મોટા મોટા 50 રોગ થાય છે દૂર…

આપણા હાથ આપણા શરીરને અનેક રોગોથી બચાવી શકે છે. હાથની મદદથી આપણે ઘણા રોગોથી મૂકત થઈ શકીએ છીએ. આ વાત જાણીને નવાઈ લાગશે પરંતુ હસ્તમુદ્રા ઓ નું જ્ઞાન એવું છે કે જેના દ્વારા તમે શરીરને કોઈ પણ પ્રકારની દવા વિના રોગમુક્ત કરી શકો છો.

પતંજલિ યોગસૂત્ર સિવાય ઘણા ગ્રંથ છે જેમાં હસ્તમુદ્રા વિશે જાણકારી આપવામાં આવી છે. તો ચાલો આજે તમને જણાવીએ યોગશાસ્ત્રમાં દર્શાવેલી હસ્તમુદ્રા વિશે જેના દ્વારા તમને શરીરના અનેક રોગથી મુક્તિ મળી જશે.

આયુર્વેદ અનુસાર આપણા હાથની બધી જ આંગળીઓ અલગ-અલગ તત્ત્વનું પ્રતિનિધિત્વ કરે છે. જેમકે અંગૂઠો અગ્નિતત્વ તર્જની આંગળી વાયુતત્વ મધ્ય આંગળી આકાશ તત્વ અનામિકા આંગળી પૃથ્વી તત્વ અને કનિષ્ઠ આ જળ તત્ત્વનું પ્રતિનિધિત્વ કરે છે.

આવી જ રીતે હથેળીમાં શરીરના દરેક ભાગ માટે એક ખાસ પ્રેશર પોઈન્ટ પણ હોય છે જેને દબાવવાથી ચમત્કારી ફાયદા જોઈ શકાય છે. દાખલા તરીકે તર્જની આંગળી ને 60 સેકન્ડ માટે ઓછામાં ઓછી બે થી ત્રણ વખત પ્રેશર આપવું. આ જગ્યાએ હળવું પ્રેશર કરવાથી કબજિયાત માંથી મુક્તિ મળે છે અને પેટ સંબંધિત વિકાર પણ દૂર થઈ જાય છે.

આજ રીતે અંગૂઠા અને ઇંડેક્સ ફિંગરને મેળવીને મુદ્રા બનાવવાથી કબજિયાત બવાસીર પેશાબ સંબંધિત રોગોમાંથી મુક્તિ મળે છે આ મુદ્રા વજન ઓછું કરવામાં પણ સહાયક સાબિત થાય છે. આપણા શરીરમાં એક પ્રવાહ વહે છે જેનું નિયંત્રણ હથેળીઓ દ્વારા કરી શકાય છે હાથ ની હથેળી અને પગના તળિયામાં અલગ-અલગ પ્રેશર પોઈન્ટ આવેલા હોય છે જેના દ્વારા તમે વિવિધ રોગમાંથી મુક્તિ મેળવી શકો છો.

મસ્તિષ્ક, માનસિક નર્વસ, પિચ્યુટરી, પીનીયલ, ગડુ, થાઈરોડ અને પેરાથાઇરોડ, કરોડરજ્જુ, હરસ મસા, Prostate, ગર્ભાશય, અંડાશય, બ્લેડર, આતરડા, એપેન્ડિક્સ, પિતાશય, લીવર, પેન્ક્રીયાસ, કિડની, જઠર, ફેફસા, કાન, શક્તિ કેન્દ્ર, શરદી, આંખ, રદય, Thymus, યકૃત

હથેળી અને પગના તળિયામાં કુલ મળીને ૩૮ પોઈન્ટ હોય છે જેની આસપાસ પ્રેશર કરવાથી તે બિંદુ સાથે જોડાયેલા ચુંબકીય પ્રવાહ અને તેની મદદથી શરીરના રોગ મુક્ત થાય છે અને મસ્તક વધારે ક્રિયાશીલ બને છે. આ પેશ્વર તમે અંગૂઠા કે પહેલી આંગળી વડે અથવા તો પેન્સિલથી કરી શકો છો કોઈપણ પોઇન્ટ ઉપર ચારથી પાંચ સેકન્ડ સુધી પ્રેશર કરવું જોઈએ આ રીતે એક થી બે મિનિટ સુધી પ્રેશર પદ્ધતિ કરીને પોઇન્ટ દબાવવા જોઈએ.

પ્રેશર આપતી વખતે એ વાતનું ધ્યાન રાખવું કે વધારે ભાર પૂર્વક મારી જ નથી કરવાની પોઈન્ટ ઉપર દબાણ અનુભવ થાય એટલું જ પ્રેશર કરવું વધારે પ્રેશર કરવું નહીં શું કોઈનો હાથ નરમ હોય તો થોડુ પ્રેશર કરવાથી પણ દબાણનો અનુભવ થશે.

શરીરના ડાબી બાજુના અંગમાં તકલીફ હોય તો ડાબા હાથની હથેળી અથવા ડાબા પગના તળિયા પર ના પ્રેશર પોઈન્ટ દબાવવા જોઈએ અને જો શરીરની જમણી તરફ તકલીફ હોય તો જમણા હાથની હથેળી અથવા તો જમણા પગના તળીયા ના પ્રેશર પોઈન્ટ દબાવવા. શરીરના પાછળના ભાગ કરોડરજ્જુ જ્ઞાનતંતુ કમર સાઈટીકા જેવી સમસ્યા હોય તો હથેળી ના પાછળના ભાગમાં અથવા પગના ઉપરના ભાગમાં આવેલા પ્રેશર પોઈન્ટ દબાવવા.

કોઈપણ રોગ હોય અથવા તો શરીરના અંગ માં તકલીફ હોય તો હથેળીના પ્રેશર પોઈન્ટ ને દિવસમાં ત્રણથી ચાર વખત એક થી બે મિનિટ સુધી દબાવીને પ્રેશર આપી શકાય છે પગ ના તળિયા ના પ્રેશર પોઈન્ટ પર પાંચ મિનિટ સુધી પ્રેશર કરી શકાય છે જ્યાં સુધી તકલીફ દૂર થાય નહીં ત્યાં સુધી આ ઉપચાર ચાલુ રાખવો જોઈએ.

શરીરના બધા અંગો નું સંચાલન અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કરે છે. તેથી આ ગ્રંથી ના પોઇન્ટ ઉપર વધારે પ્રેશર આપવું જોઈએ જો કોઈ ગ્રંથિ ઓછું કામ કરતી હોય તો દબાણ કરવાથી તેમની કાર્યશક્તિ વધે છે અને ગ્રંથિ બરાબર કામ કરવા લાગે છે પરંતુ જો ગ્રંથિ વધારે ક્રિયાશીલ હોય તો પ્રેશર ઓછું આપવું.

જો તમે નિયમિત રીતે હથેળી અથવા પગના તળીયા ના પ્રેશર પોઈન્ટ પર દરરોજ દસ મિનિટ સુધી પ્રેશર કરો તો શરીરના બધા જ અવયવો બેટરી ની જેમ રિચાર્જ થઇ જશે અને બરાબર ચાલવા લાગશે આમ કરવાથી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ પણ બરાબર રીતે કામ કરવા લાગે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. હથેળી અને પગના તળિયામાં કુલ મળીને આડત્રીસ હોય છે જેના પર એક્યુપ્રેશર ચિકિત્સા કરવાથી 100 થી વધારે રોગથી મુક્તિ મળે છે.

સૂર્ય બિંદુ છાતી ના પડદા ની નીચે આવેલા બધા અવયવો નું સંચાલન કરે છે નાભિ ખસી જવી અથવા નીચેના અવયવ સરખી રીતે કામ ન કરતા હોય તો સૂર્ય બિંદુ પર દબાણ કરવું જોઈએ. જ્યારે શરીર ખૂબ જ થાકેલું હોય અને રાત્રે ઉંઘ ન આવતી હોય ત્યારે શક્તિ બિંદુઓ પર દબાણ કરવું જોઈએ આમ કરવાથી તમારી સમસ્યા ચપટી વગાડતા દુર થઇ જશે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM