વરસાદ પછી આકાશમાં કેમ જોવા મળે છે મેઘધનુષ??, જાણીલો આ રહસ્ય

વરસાદ પછી આકાશમાં કેમ જોવા મળે છે મેઘધનુષ??, જાણીલો આ રહસ્ય

તમે આજ સુધી ક્યારેક ને ક્યારેક તો મેઘધનુષ જોયું હશે. જે દેખાવમાં ખૂબ જ સુંદર લાગે છે અને તેની સાથે ઘણા રંગો પણ દેખાય છે. આ સાથે તેની રચના ધનુષ જેવી હોવાને કારણે તેને મેઘધનુષ તરીકે ઓળખવામાં આવે છે પંરતુ શું તમે ક્યારેય વિચાર કર્યો છે કે મેઘધનુષ હંમેશા વરસાદ પછી કેમ દેખાય છે? જો તમને આ વિશે ખબર નથી તો આજે અમે તમને તેની પાછળનું કારણ જણાવીશું.

જો તમને ખ્યાલ હોય તો મેઘધનુષ માં “જાનીવાલીપીનારા” પ્રમાણે સાત રંગો દેખાય છે. જે આ પ્રમાણે છે, જાંબુડિયા, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો… તમે વિજ્ઞાનના ભણ્યા હશો કે પ્રિઝમ માંથી પ્રકાશ પસાર થાય છે તો સાત રંગો દેખાય છે. આજ રીતે વરસાદના ટીપાં સૂર્યપ્રકાશ માટે પ્રિઝમ તરીકે વર્તે છે અને જ્યારે તેમાંથી પ્રકાશ બહાર આવે છે ત્યારે સાત રંગો દેખાય છે. જેને મેઘધનુષ તરીકે ઓળખવામાં આવે છે.

આ સાત રંગોમાં લાલ (રાતો) રંગ સૌથી ઉપર દેખાય છે, જ્યારે સૌથી નીચે જાંબલી રંગ દેખાય છે. ઘણી વખત ટીપાં માંથી સૂર્યપ્રકાશ બહાર આવે છે તો મેઘધનુષ દેખાતું નથી. આના પરથી કહી શકાય કે દરેક વખતે એક જ જેવી ઘટના બને તે જરૂરી નથી

તમે ક્યારેય ધ્યાન આપ્યું હોય તો જ્યારે વરસાદના ટીપાં માંથી પ્રકાશ બહાર આવે છે ત્યારે એક નહી પણ બે મેઘધનુષ દેખાય છે. આ એટલા માટે થાય છે કે જ્યારે પહેલા ટીપાં માંથી નીકળતું કિરણ જ્યારે બહાર આવી જાય છે ત્યારે તે સફેદ થઇ જાય છે અને આ પ્રકાશ બીજા કિરણના સંપર્કમાં આવે છે. જેના લીધે બે મેઘધનુષ એક સાથે દેખાય છે. જોકે આ બીજા મેઘધનુષનો રંગ ક્રમ ઉલટો હોય છે એટલે કે તે વિપરીત આકારમાં રચના બનાવે છે. હવે તમે સમજી ગયા હશો કે વરસાદ સમયે જ કેમ મેઘધનુષ ની રચના થાય છે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM