આદુ સાથે જોડાયેલા કરી લો ઘરેલુ ઉપાય, એક અઠવાડિયામાં માથા પર આવી જશે નવા વાળ…

આજની વ્યસ્ત જીવનશૈલી અને પ્રદૂષણને કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેમાં મોટાભાગના લોકોની સમસ્યા વાળ ખરવાની છે. જે ઘણી રીતે થઇ શકે છે. જોકે લોકો વાળ ઉગડવા માટે ઘણી મહેનત કરે છે પંરતુ તેમાંથી છુટકારો મેળવી શકતા નથી, પંરતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આ વાળ ઉગાડવાની દવા તમારા રસોડામાં આસાનીથી મળી આવે છે.

તમને જણાવી દઈએ કે આદુની મદદથી તમે આસાનીથી વાળ ઉગાડી શકો છો, આમ તો આદુનો ઉપયોગ ઘણી રીતે થાય છે પંરતુ તેનો ઉપાય વાળ સાથે જોડાયેલા સમસ્યાઓ દૂર કરવા માટે પણ થાય છે.

હકીકતમાં આર્યુવેદ પ્રમાણે આદુના રસમાં એન્ટી ઓક્સિડન્ટ અને વિટામિન હોય છે, જે વાળની વૃધ્ધિ માટે ઉપયોગી માનવામાં આવે છે. આ સિવાય વાળમાં આદુના તેલથી માલિશ કરવાથી વાળને પણ પોષણ મળે છે અને વાળમાં વધારો થાય છે. આવી સ્થિતિમાં આજે અમે તમને આ લેખમાં આદુની મદદથી કયા લાભ થાય છે, તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

વાળ ખરવાની સમસ્યાને દૂર કરવા માટે પણ તમે આદુના રસનો ઉપયોગ કરી શકો છો. હા, વાળ ખરવાની સમસ્યાને દૂર કરવા માટે આદુના રસને માથામાં મસાજ કરો અને તેને બે કલાક સુધી એક જ સ્થિતિમાં રહેવા દો, ત્યારબાદ તેને શેમ્પૂ વડે ધોઈ લો. આવું કરવાથી વાળ ખરવાની સમસ્યા થોડાક જ દિવસમાં દૂર થઈ જશે.

ઉપર જણાવ્યા પ્રમાણે તમે આદુના રસનો ઉપયોગ કરશો તો તમે ડેન્ડ્રફની સમસ્યાથી પણ રાહત મેળવી શકો છો. આ માટે તમારે ફક્ત આદુના રસને માથામાં માલિશ કરવી જોઈએ. આવું કરવાથી આ રસ માથામાં પહોંચે છે અને બેક્ટેરિયા મરી જાય છે.

જો તમે આદુના રસમાં નારિયેળ તેલ અથવા જૈતુન તેલ મિક્સ કરીને વાળમાં થોડાક સમય માટે રહેવાદો છો અને શેમ્પૂ વડે ધોઈ નાખો છો તો તમે ડેન્ડ્રફની સમસ્યાથી રાહત મેળવી શકો છો. આ કિસ્સામાં આદુ તમારા માટે જાદુ તરીકે સાબિત થઈ શકે છે.

Gujarati Masti TEAM