પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ સાથે દેખાતી આ નાનકડી છોકરી ગુજરાતના આ શહેરમાં રહે છે. જાણો કોણ છે આ છોકરી અને ક્યાં ધોરણ માં કરે છે અભ્યાસ ??

મિત્રો હજી તો ગણતરીના દિવસોમાં જ ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું છે અને આપણે સૌ કોઈ લોકો જાણીએ છીએ કે ગુજરાત રાજ્યની અંદર સંપૂર્ણ બહુમતીથી ભાજપની સરકાર બેઠી છે. તેમજ થોડા સમય પહેલા સાત વર્ષની એક રાજકોટની નાનકડી બાળકી ખૂબ જ ચર્ચામાં આવી હતી. વિધાનસભા ચૂંટણી પહેલા પીએમ મોદીને મળીને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આવેલા દુધરેજ ખાતે કવિતા સંભળાવનાર સાત વર્ષની આધ્યાબા જાડેજા નામની નાનકડી એવી દીકરી ભાજપની પ્રચંડ જીત બાદ નવી એક કવિતા એ સૌ કોઈ લોકોને મંત્રમુગ્ધ કર્યા છે
રાજકારણી કિરીટસિંહ રાણાના ભાઈ ની દીકરી ની પુત્રી છે આધ્યાબા જાડેજા. રાજકોટમાં રહે છે અને ધોરણ બીજા ધોરણમાં અભ્યાસ કરે છે તેમજ તેની ઉમર પણ માત્ર સાત વર્ષની છે અને કંઠસ્થ કરીને કવિતાઓ અભલાવવા નો પણ ખૂબ જ વધારે શોખ રાખે છે. જ્યારે ગુજરાતની અંદર ભાજપની પ્રચંડ જીત બાદ વધુ એક કવિતા તેમણે કંઠસ્થ કરી છે.
મિત્રો આધ્યાબા જાડેજા ના મોટા પપ્પા દિગ્વિજય જાડેજાએ ખાસ વાત દરમિયાન જણાવ્યું હતું કે, આધ્યાબા કોઈ પણ કવિતા લખી હોય તો કંઠસ્થ કરી લેશે અને તેનામાં એ પણ પ્રકારનું ટેલેન્ટ છે. તેનું મિસ યુનિવર્સ બનવાનું પણ સપનું છે અને અત્યાર સુધી તેમણે બોલેલી 84 થી પણ વધારે કવિતાઓ સોશિયલ મીડિયા ઉપર તેમણે મૂકી છે. મિત્રો instagram ઉપર આધ્યાબાના 63,000 થી પણ વધારે ફોલોવર છે અને લાખો લોકો તેમના વિડિયો પણ જોવે છે
અને આધ્યાબા ની કવિતાઓ પણ સાંભળે છે અને તેમને એક્ટિંગનો પણ ખૂબ જ વધારે શોખ છે. આધ્યાબાએ કંઠસ્થ કરેલી કવિતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ તેમજ મંત્રી શ્રી સ્મૃતિ ઇરાની ને પણ સંભળાવી હતી. કવિતા સાંભળીને તેમણે પણ આધ્યાબાશ જાડેજા ને પ્રોત્સાહિત કર્યા હતા. ખાસ અને ઉલ્લેખની એ વાત તો એ છે કે, આધ્યાબા રાજકોટ ની અંદર આવેલા એસ એન કે સ્કૂલની અંદર ધોરણ બે માં અભ્યાસ કરે છે અને આ અંગે તેમના મોટા પિતા દિગ્વિજયસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે
હું એક બિઝનેસમેન છું અને મારે બે દીકરીઓ છે તેમજ જેમાં મોટી છે અને તેને આ રીતે બોલવાનો પણ ખૂબ જ વધારે શોખ છે. વર્ષ 2015 થી જ instagram માં તેમના વિડીયો પણ અપલોડ કરે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે પણ પહેલી વખત મુલાકાત થઈ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આધ્યાબા જાડેજા એ કાળી ઘેલી ભાષામાં એક મિનિટમાં ભારતની વિકાસયાત્રા સંભળાવી હતી અને તે સાંભળીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ તાળીઓ પાડીને વખાણ કર્યા હતા અને આધ્યાબા ના ફેન બન્યા હતા.
આધ્યા બા જાડેજાએ ખાસ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે મારું સપનું હતું કે હું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને મળીને મારી કવિતા શેર કરૂ. સૌથી પહેલા તો હું નર્વસ હતી પછી નરેન્દ્રભાઈ મોદીજીને મળી તો મારા દાદાજી ને મળવા જેવું લાગ્યું હતું અને આ સ્વપ્ન આટલું બધું જલ્દી પૂરું થશે તે પણ મને ખબર નહોતી. પ્રધાનમંત્રી શ્રી ની મુલાકાત અંગે આઘ્યાબા એ જણાવ્યું હતું કે, મારા નાનાજી કેબિનેટ મંત્રી છે અને દુધરેજ ની અંદર તેમના કાર્યક્રમની અંદર હું ગઈ હતી
ત્યારે તેમણે કહ્યું હતું કે મને શક્ય હશે તો વડાપ્રધાન શ્રી સાથે મુલાકાત કરાવી આપીશ અને મારો ચાન્સ લાગી ગયો. પરંતુ તેમની સાથે વાત કરતા તેઓ મારા દાદાજી હોય તેવું લાગ્યું હતું અને તેની લઈને સરસ રીતે મેં તેમની સાથે વાતચીત કરી હતી અને ભારતના વિકાસ અંગેની મારી કવિતા મેં સંભળાવી હતી. મારી કવિતા સાંભળીને પણ તેઓ ખૂબ જ ખુશ થઈ ગયા હતા તેમજ મને આશીર્વાદ પણ આપ્યા હતા. આ મુલાકાત ને લઈને સૌ કોઈ લોકો મને કહેતા હતા કે તું ટીવીમાં પણ આવી છે
આધ્યાબા નેમ મોડલિંગ નો પણ શોખ છે એટલે આવનારા સમયમાં તેમને મિસ યુનિવર્સ બનવું છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદી ના ભારતમાં છે પણ કામો કર્યા છે તેમના વિશે તેમણે કહ્યું હતું તેમ જ તે સાંભળીને વડાપ્રધાન શ્રી પણ ખૂબ જ ખુશ થઈ ગયા હતા. આ સ્પીચ મને અને મારા મોટા મમ્મીએ પણ લખી આપી હતી અને મારા મમ્મી એ વારંવાર બોલાવીને મને કંઠસ્થ કરાવી હતી તેમજ વડાપ્રધાન સામે થોડીવાર નર્વસ થયા હોય તેવું લાગ્યું હતું પરંતુ તેમનો પ્રેમ જોઈને મને મારા દાદાજી હોય તેવું લાગ્યું હતું તેના કારણે હું સ્પીચ બોલી શકી હતી
તમે આ લેખ “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.