આચાર્ય ચાણક્ય અનુસાર અમીર વ્યક્તિને પણ ગરીબ બનાવી દે છે આ આદતો…, તરત કરો આ કામ….

આચાર્ય ચાણક્ય અનુસાર અમીર વ્યક્તિને પણ ગરીબ બનાવી દે છે આ આદતો…, તરત કરો આ કામ….

વર્તમાન સમયમાં દોડધામ ભરેલા જીવનમાં કદાચ જ કોઈ એવું હોય જે અમીર બનવાની ઈચ્છા ન ધરાવતું હોય. દરેક વ્યક્તિ અમીર બનવા, સફળ થવા વિચારે છે, સપના જોવે છે અને તેને પુરા કરવા મહેનત કરે છે. આજના સમયમાં દરેક વ્યક્તિ અમીર બનવા ઈચ્છે છે. તેના માટે દિવસ રાત એક પણ કરે છે. કેટલાક લોકો પોતાના ભાગ્યની મદદથી અમીર બની પણ જાય છે.

આજના સમયમાં અમીર બનવું કોઈ મુશ્કેલ કામ નથી. પરંતુ ધન આવ્યા બાદ તેને ટકાવી રાખવું મહત્વનું હોય છે. મહત્વ એ વાતનું હોય કે ધનને જાળવી રાખવું કેવી રીતે. ઉલ્લેખનીય છે કે વ્યક્તિને સફળતાના શિખરે ચઢવામાં સમય લાગે છે પરંતુ ત્યાંથી લપસી જતા અને નીચે પટકાતા સમય લાગતો નથી. તમે તમારી બુદ્ધિ અને ભાગ્યના દમ પર ધનવાન બની શકો છો પરંતુ પળવારમાં કંગાળ પણ થઈ શકો છો. તો ચાલો આજે એવી જ આદતો વિશે જાણીએ જે તમારી બરબાદીનું કારણ બની શકે છે.

મહાન અર્થશાસ્ત્રી આચાર્ય ચાણક્યે ધનવાન બન્યા પછી કેટલીક વસ્તુઓથી દૂર રહેવા માટે કહ્યું છે. જે વ્યક્તિને કંગાળ બનાવી શકે છે. આ આદતો તમારી બર્બાદીનું કારણ પણ બની શકે છે. આ આદતોના કારણે માતા લક્ષ્મીની કૃપાદ્રષ્ટિ પણ તમારા પર રહેતી નથી. તેથી આ આદતોથી હંમેશા દૂર રહેવું જોઈએ.

ચાણક્ય નીતિ અનુસાર 5 વસ્તુઓ એવી હોય છે જે અમીર વ્યક્તિને પણ કંગાળ બનાવી શકે છે. જો તમારા પર પણ લક્ષ્મીજીની કૃપાદ્રષ્ટિ છે તો આ પાંચ આદતોથી તમારે બચવું જોઈએ.

ભૂતકાળ ન ભુલો : આચાર્ય ચાણક્ય કહે છે કે વ્યક્તિ કેટલો પણ અમીર હોય તેણે પોતાનો ભૂતકાળ ભુલવો જોઈએ નહીં. સંઘર્ષના દિવસોને ભુલવા જોઈએ નહીં. સંઘર્ષના દિવસોને ભુલી જવું, પોતાના લોકોને ભુલી જવું પોતાના માટે મુસીબતને આમંત્રણ આપવા જેવું છે. તેનાથી માતા લક્ષ્મી નારાજ થાય છે.

કડવા બોલ ન બોલો : કહેવાય છે કે પૈસો માણસની બોલચાલ અને વલણ બદલી દે છે. પરંતુ યાદ રાખો કે અમીર બન્યા બાદ ક્યારેય કડવી વાણી બોલવી જોઈએ નહીં. આમ કરવાથી તમને કંગાળ બનતા સમય લાગશે નહીં. માતા લક્ષ્મી ક્યારેય એક સ્થાન પર રહેતી નથી. જ્યાં તેનું અપમાન થાય ત્યાં તે વાસ કરતી નથી. તેથી કડવી વાણી બોલવી જોઈએ નહીં.

ક્રોધ કરવો : ગુસ્સો કે ક્રોધ કરવો માણસના ધનનો પણ નાશ કરી દે છે. જણાવી દઈએ કે ક્રોધ માણસનો દુશ્મન છે. અમીર બનવા પર ધીરજથી કામ ન લેવામાં આવે તો ધન સંપત્તિ બરબાદ થઈ શકે છે. તેવામાં કોઈપણ વ્યક્તિએ ધનવાન બન્યા બાદ ક્રોધ પર કાબૂ રાખવાને પ્રાથમિકતા આપવી જોઈએ.

અભિમાન : આચાર્ય ચાણક્ય કહે છે કે પૈસો આવ્યા બાદ પણ અહંકાર કરવો જોઈએ નહીં. વ્યક્તિમાં અહંકાર આવી જાય તો ભવિષ્ય બરબાદ થઈ શકે છે. અહંકારીઓને લક્ષ્મીજી પસંદ કરતા નથી.

ખરાબ આદતો : નશો, જુગાર જેવી ખરાબ આદતો કરોડપતિ વ્યક્તિને પણ ગરીબ બનાવી દે છે. આ આદતો પાછળ વ્યક્તિ પૈસા બરબાદ કરે છે અને તેને ભાન પણ નથી રહેતું કે તે ક્યારે બરબાદ થઈ ગયો. તેથી અમીર બન્યા પછી પણ સદચરિત્રનો રસ્તો છોડવો જોઈએ નહીં.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM