રોડ ક્રોસ કરવા જતા વ્યક્તિને ઝડપી બાઈક ચાલકે હવામાં ઉડાડયા, પછી તો કંઈક એવું બન્યું કે… વીડિયો જોઈને રૂવાડા બેઠા થઈ જશે…

રોડ ક્રોસ કરવા જતા વ્યક્તિને ઝડપી બાઈક ચાલકે હવામાં ઉડાડયા, પછી તો કંઈક એવું બન્યું કે… વીડિયો જોઈને રૂવાડા બેઠા થઈ જશે…

આજકાલ અકસ્માત ની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે મંગળવારના રોજ સાંજના છ વાગ્યાની આસપાસ બનેલી એક અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. આ ઘટનામાં એક ઝડપી બાઇક ચાલકે રસ્તાના કિનારે ઉભેલા વ્યક્તિને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલે જોરદાર હતી કે રસ્તાના કિનારે ઉભેલો વ્યક્તિ ટક્કરના કારણે હવામાં ઉછળીને 10 ફૂટ દૂર જઈને પડ્યો હતો.

આ કારણોસર તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને તેનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું. મૃત્યુ પામેલા વ્યક્તિની ઉંમર 45 વર્ષની હતી અને તેનું નામ પેંચુ મંડલ હતું. મળતી માહિતી અનુસાર પેંચુભાઈ રોડ ક્રોસ કરવા માટે રસ્તાના કિનારે ઉભા હતા. આ દરમિયાન ત્યાંથી પસાર થતા બાઈક ચાલકે પેંચુભાઈ ને જોરદાર ટક્કર લગાવી હતી અને તેમનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું.

સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના બિહારના જમુઈમાંથી સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો વ્યક્તિ ઓટો ડ્રાઇવર હતો. તે આખો દિવસ ઓટો ચલાવીને ઘરે પરત ફરી રહ્યો હતો.

આ દરમિયાન તે રસ્તા પર રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારે એક બાજુથી આવી રહેલી ઝડપી બાઈકે તેને જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ બાઈક ચાલક ઘટના સ્થળે ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહેલા વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું.

ઘટનાની માહિતી મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે મૃત્યુ પામેલા વ્યક્તિના મૃતદેહને કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ પોલીસ વધુમાં તપાસ શરૂ કરી દેશે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *