ખાલી 7 થી 10 દિવસોમાં પથરી આવી જશે બહાર, ખાલી કરો આ કામ…

સામાન્ય રીતે મોટાભાગના લોકોને પથરીની સમસ્યા હોય છે. આવા લોકોને આ સમસ્યાને કારણે ઘણી બધી મુશ્કેલીઓ સહન કરવી પડે છે. જેના કારણે આ રોગનો વહેલામાં વહેલી તકે ઈલાજ મળી જાય તેવી કોશિશ કરવી જોઈએ. આવી સ્થિતિમાં આજે અમે તમને પથરીની સમસ્યા દૂર કરવા માટેના કેટલાક ઘરેલુ ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારા માટે રામબાણ સાબિત થઈ શકે છે

જો તમને પથરીની સમસ્યા હોય તો તમારે સૌ પ્રથમ ચૂનો ખાવાનું છોડી દેવું જોઈએ. ઘણા લોકો સોપારીની અંદર ચૂનો ખાતા હોય છે પંરતુ તે ખોટું સાબિત થઈ શકે છે. આવામાં તમારે ક્યારેય પથરી થઈ હોય તો ચુનાનું સેવન ન કરવું જોઈએ.

તો ચાલો આપણે જાણીએ કે 7થી 10 દિવસોમાં પથરી કેવી રીતે દૂર કરી શકાય છે. તમને જણાવી દઈએ કે પખાણ બેદ નામનો એક છોડ આવે છે, જેને અમુક લોકો પથ્થર ચટ્ટા તરીકે પણ ઓળખે છે. આ છોડના 10 પાનને પાણી સાથે મિક્સ કર્યા બાદ ઉકાળો બનાવીને પીવામાં આવે તો 7થી 10 દિવસોમાં રાહત મળી જાય છે. આ સિવાય જો તમે સીધા પાન ખાશો તો તમને વધુ જલદી ફરક પડી જાય છે.

આ બધા સિવાય એક હોમીયોપેથીક દવા પણ છે, આ દવાનું નામ બેરબેરીશ વુલગરીશ છે. આ દવા તમને મેડિકલ સ્ટોર માંથી મળી આવશે. આ દવા પથ્થર ચટ્ટા ના પાંદડા માંથી બનાવવામાં આવે છે, જે એકદમ ગુણકારી છે.

હવે આ દવાના 10થી 15 ટીપા એક ચતુર્થ કપ પાણીમાં મિક્સ કરીને દિવસમાં 2થી 3 વખત લેવા જોઈએ. જો આવું 1 મહિના સુધી કરવામાં આવે તો પથરી આપમેળે નીકળી જશે. જોકે અમુક સમયે 2 મહિનાનો પણ સમય લાગી જાય છે, આવામાં તમારે ધીરજ થી કામ લેવું પડશે.

99% કેસોમાં તો આ દવા કારગર અને ઉપયોગી સાબિત થઇ શકે છે. જોકે જો બે મહિના પછી પણ પથરી બહાર ના આવે તો ધીરજ રાખો અને સોનોગ્રાફી કરાવી શકો છો. જેમાં તમને ધ્યાને પડશે કે પથરી ધીમે ધીમે તૂટી રહી છે. હવે જો પથરી તુટી રહી હોય તો વધુ એકાદ મહિના સુધી આ દવા લેતા રહો, તમને ચોક્કસ ફાયદો થશે અને પથરી નીકળી જશે.

તમને જણાવી દઈએ કે આ દવાનો ઉપયોગ કરતા પહેલા સારા ડોકટરની પરવાનગી લો, પછી જ કોઈપણ દવા ચાલુ કરો.

Gujarati Masti TEAM